પ્રારંભીક તબકકે મેટલ્સ સહિત બિન કૃષિ કોમોડીટીથી શરૂઆત થશે ત્યારબાદ કૃષિ કોમોડીટીના ટ્રેડીંગની યોજના
શનિવારે કોમોડીટી ડિરેવ્ટીવીઝ સેગ્મેન્ટ માટે લાઈવ માહોલમાં મોક ટ્રેડીંગ ગોઠવાશે
બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એકસજેન્જ (એનએસઈ)ને આગામી તા.૧લી ઓકટોબરથી કોમોડીટી ડીરેવીટીવઝ લોન્ચ કરવાની મંજૂરી સીબી દ્વારા આપવામાં આવી છે. જેનાથી એકસચેન્જ હવે મેટલ્સ સહિતના બીન કૃષિ કોમોડીટી પર ધ્યાન કેન્દ્રીત કરશે.
અત્યારે બીએસઈમાં ઈકવીટી, ઈકવીટી ડિરેવીટીવઝ અને કરન્સી ડીરેવીટીવઝનું ટ્રેડીંગ થાય છે. સેબીએ ગત ડિસેમ્બરમાંથી જાહેર કર્યું હતું કે, આગામી ઓકટોબર ૨૦૧૮થી દેશમાં યુનિફાઈડ એકસચેન્જ પ્રણાલી હેઠળ સ્ટોક એકસચેન્જીસ કોમોડીટી ડિરેવીટીવઝમાં ટ્રેડીંગ ઓફર કરી શકશે.
આ મામલે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સેબીએ બોમ્બે સ્ટોક એકસચેન્જને તા.૧લી ઓકટોમબર ૨૦૧૮થી કોમોડીટી ડીરેવીટીવીઝ સેગ્મેન્ટને મંજૂરી આપી હતી. જેના ભાગરૂપે બીએસઈ પ્રારંભીક તબકકે મેટલ સહિત બિન કૃષિ કોમોડીટીથી શરૂઆત કરશે. ત્યાર પછી કૃષિ કોમોડીટીના ટ્રેડીંગની યોજના છે.
કોમોડીટી ડિરેવીટીવીઝ પ્લેટફોર્મ ભાવ નિર્ધારીત કરવા માટે કાર્યક્ષમ પધ્ધતિ ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે. સ્ટોક એકસચેન્જ દ્વારા સમયમાં ઘટાડો, ઓછો ખર્ચ, યુઝર ફ્રેન્ડલી અને મજબૂત રીસ્ક મેનેજમેન્ટ સીસ્ટમ ઓફર કરવામાં આવશે. એકસચેન્જ શનિવારે કોમોડીટી ડિરેવીટીવઝ સેગ્મેન્ટ માટે લાઈવ માહોલમાં મોક ટ્રેડીંગનું આયોજન કરશે.
બીજી તરફ કૃષિ પેદાશોના ડિરેવીટીવઝથી મળતા ટર્નઓવર માટે સેબીએ એકસચેન્જ દીઠ માત્ર રૂ.૧ લાખની ફી લાદવાનો નિર્ણય લીધો છે. સેબીએ ટર્નઓવર આધારીત સ્લેબ રેટસની જગ્યાએ સ્થિર ચાર નિર્ધારીત કર્યો છે જેનો હેતુ કૃષિ પેદાશોના ડિરેવીટીવઝને પ્રોત્સાહન આપવાનો છે. વિગત અનુસાર સરકાર, સેબી અને કોમોડીટીઝ એકસચેન્જીસ હવે કૃષિ પેદાશોનો ડિરેવીટીવઝ ટ્રેડીંગને પ્રોત્સાહન આપવા વિવિધ પગલા લઈ રહ્યાં છે. જેનાથી ખેડૂતો અને પ્રોડયુશર ઓર્ગેનાઈઝેશનને વધુ લાભ થઈ શકે.
આ પ્રયાસોને ધ્યાનમાં રાખીને સેબી બોર્ડે ટર્નઓવર આધારીત સ્લેબ ટેકસની જગ્યાએ સ્થિર ફી લાદવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર કૃષિ પેદાશોના વાયદાના આધારે એકસચેન્જ દીઠ રૂ.૧ લાખની ફી નિર્ધારીત કરવામાં આવી છે. સ્થિર ફીમાં ઘટાડાના લાભ ખેડૂતોને મળે તે માટે સેબીએ કૃષિ પેદાશોના ડિરેવીટીવઝ ટ્રેડીંગના કામ કરતા એકસચેન્જ અલગ ફંડની રચના કરશે.
આવા ફંડનો ઉપયોગ ખેડૂતોના લાભ માટે થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સેગ્મેન્ટમાં ખેડૂતોની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. જયારે એનએસઈ અને બીએસઈમાં ઓકટોમબર મહિનાથી કોમોડીટી વાયદાને સેબીની મંજૂરી મળતા બજારમાં અનેક રોકાણકારો આ સેગ્મેન્ટ તરફ આકર્ષીત થયા હોવાનું જણાઈ રહ્યું છે. લાંબા સમયથી ઘણા રોકાણકારો આ નિર્ણયની અમલવારીની રાહ જોઈ રહ્યાં છે.