આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે હિરાસર, ગારીડા અને ડોસલીઘુમા ગામનાં ૨૪ ખેડૂતોની જમીનની કિંમત નક્કી કરાશે
રાજકોટના નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે હિરાસર નજીક સરકારી જમીન ઉપરાંત જુદા જુદા ૩ ગામોના ૨૪ ખેડૂતોની ખાનગી જમીન સંપાદિત કરવામાં આવતા આ જમીનનું વળતર નક્કી કરવા આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સને મહત્વની બેઠક મળનાર છે. જેમાં હિરાસર, ગારીડા અને સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલીઘુમા ગામના ખેડૂતોની જમીનની કિંમત નક્કી કરવામાં આવશે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની બાઉન્ડ્રી પર નવું અદ્યતન ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે જમીન સંપાદન સહિતની કામગીરી સંપન્ન થઈ ગઈ છે અને હાલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેકટ ગતિમાન છે ત્યારે એરપોર્ટની આ જમીન માટે હિરાસર ગામના ૧૭, ગારીડા ગામના ૩ અને સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલીઘુમા ગામના ચાર ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે.
વધુમાં કેન્દ્ર સરકારના નવા નીતિ નિયમો મુજબ જમીન સંપાદન યે ખેડૂતોને વધુમાં વધુ રકમનું વળતર ચૂકવાય તેવો નિયમ હોય. આજરોજ જિલ્લા કલેકટર કચેરીમાં ખાસ કમીટીની બેઠક મળશે જેમાં જિલ્લા કલેકટર આર.એ.સી., નગર નિયોજક, જીઆઈડીસીના અધિકારીઓ તેમજ સંપાદક સંસના પ્રતિનિધિઓ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉપરોકત ત્રણેય ગામોના ખેડૂતોને ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા સુનવણી યોજી સાંભળવામાં આવ્યા હતા અને આજની આ બેઠકમાં એરપોર્ટમાં સંપાદિત યેલી ખાનગી ખેડૂતોની જમીનને કેટલું વળતર ચૂકવવું તે અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.