- કચ્છ જીલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા
- વહીવટી તંત્ર સાથેની સંકલન બેઠકમાં કરાય સમીક્ષા
- કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાન શેરીયાએ વહીવટી તંત્ર સાથે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.
kutch : કચ્છના ભૂકંપગ્રસ્તોના વણઉકેલ્યા તમામ પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપી ઉકેલ લાવવાની પ્રતિબધ્ધતા દર્શાવતા ધારાસભ્યો તથા જનપ્રતિનિધિઓ દ્વારા મુકાયેલા વીજળી, પીવાના પાણી, ખેડૂતોના પ્રશ્નો, રસ્તા, દબાણ સહિતના પ્રશ્નો ઉપર વહિવટીતંત્રને તત્કાલ કાર્યવાહી કરવા પ્રભારીમંત્રીની તાકીદ સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારીમંત્રી પ્રફુલભાઇ બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છમાં ધરતીકંપ સંલગ્ન તમામ વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાથી તત્કાલ તમામ જરૂરી વિગતો સાથે લેખિતમાં માહિતગાર કરવા પ્રભારીમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ ભૂકંપગ્રસ્તોના તમામ પડતર પ્રશ્નો રાજય સરકાર ઉકેલશે તેવી ખાત્રી આપી હતી.
આજની બેઠકમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પીવાના પાણી, વોટર શેડના કામ, વાસ્મો અંતર્ગતના કામો, ખેડૂતોને વીજ કનેકશનમાં મેળવવા પડતી મુશ્કેલી, રાપર મત વિસ્તારમાં ડોકટરની ઘટ્ટ, પીવાના પાણી, ભોજમરી તથા સુવઇ ડેમ યોજના સંદર્ભના પ્રશ્ન રજૂ કરાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ વીજળી સમસ્યા, નર્મદા કેનાલના કામ સહિતના પ્રશ્નો મુકયા હતા.
બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદે પ્રભારીમંત્રીએ તમામ સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો જાણીને તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. પ્રભારી સચિવ હર્ષદ પટેલ તથા કલેક્ટર અમિત અરોરાએ રજૂ કરાયેલા પ્રશ્નો મુદે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખઓ, તમામ તાલુકા પંચાયત પ્રમુખઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓએ તથા પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમાર, જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, સર્વે પ્રાંત અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.