બૂધવારે બકરી ઈદ નિમિતે અબોલ જીવની કતલ અટકાવા ઝુંબેશ
આગામી બુધવારના રોજ બકરી ઈદ નિમિતે પશુઓના ગેરકાયદે વેચાણ કે કતલ અટકાવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસ કમિશનને આવેદન પત્ર પાઠવ્યુ અબોલ પશુનો જીવ બચાવવા માગણી કરી છે.
દર વર્ષેબકરી ઈદ નિમિતે રાજય તથા સમગ્ર ભારતભરમાં અસંખ્ય નિદોર્ષ જીવોનો ભોગ લેવામાં આવે છે. અબોલ ઘેટા બકરા તેમજ અન્ય પ્રાણીઓની ગેરકાયદે રીતે નિર્મમ હત્યા કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરમાં આ વર્ષે બકરી ઈદ નિમિતે પશુઓ પર જુલમ અટકાવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને આવેદન પાઠવામાં આવ્યું હતુ જેના અંતર્ગત ભોગ બનતા અસંખ્ય પશુઓનાં ગેરકાયદે વેચાણ કે કતલ પર સખત નિગરાહની રાખવામાં આવે અને જો કોઈ નિયમો વિધ્ધ પગલુ ભરે તો તેની સામે કડક કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવું રાજેન્દ્રભાઈ શાહ, રાહુલભાઈ મહેતા, મિતલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘાણી, મિલનભાઈ કોઠારી, આદિત્ય શાહ, યશ શાહ, સેતુર દેસાઈ, જતીન સંઘાણી, અભિષેક મોદી, યોગેશ પોબા નરેશ જાવીયા વગેરે જીવદયા પ્રેમીઓએ આવેદન પાઠવ્યું હતુ.