ભગવતીપરામાં નવી હાઇસ્કુલ બનાવવા આયોજન: કરણપરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઓફિસ સંકુલમાં ઓડિટોરિયમ બનાવવા અને શ્રોફ રોડ લાઈબ્રેરીના બિલ્ડીંગના એક્સટેન્શનની પણ યોજના
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્તારમાં TP ૩૧ ના FP ૩૧/૪ ની ૨૬૨૦૧ ચો.મી. જગ્યામાં નવી હાઇસ્કુલનું પ્લાનિંગ બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ છે. આજ તા. ૧૨/૦૨/૨૦૨૦ ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, સિટી એન્જી.(સ્પે) શ્રી અલ્પનાબેન મિત્રા અને પી.એ.(ટેક) ટુ મ્યુનિ. કમિશનરશ્રી આર. આર. રૈયાણી વગેરેએ ભગવતીપરામાં બનનાર નવી શાળાના લોકેશનની તેમજ કરણપરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઓફીસ સંકુલ અને શ્રોફ રોડ લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. માન.કમિશનરશ્રી દ્વારા ભગવતીપરામાં બનનાર નવી શાળા ના લોકેશનની સાઈટ વિઝીટ કરવામાં આવેલ. તેમજ કરણપરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ઓફીસ હાલ જર્જરિત હાલતમાં હોય અને આ પરિસરમાં આવેલ અન્ય બિલ્ડીંગ પણ જર્જરિત હાલતમાં હોય તેને રીપેરીંગ, લેન્ડ સ્કેપિંગ, ગાર્ડન, મ્યુનીસીપલ શાળાઓ માટે ઓડીટોરીયમ તેમજ હયાત લાઈબ્રેરીના બિલ્ડીંગને રીનોવેશન, નવા ટોઇલેટ બ્લોક સહિતની કામગીરી કરવા સુચના આપવામાં આવેલ.
આ ઉપરાંત શ્રોફરોડ લાઈબ્રેરીના માં વધારાની જગ્યાની જરૂરિયાત હોય, બાજુમાં આવેલ જુના સ્ટાફ ક્વાર્ટર અને હયાત વોર્ડ ઓફીસ પાડીને નવું અદ્યતન બિલ્ડીંગ બનાવવાનું વિચારવામાં આવેલ. જેમાં હયાત ઐતિહાસિક ટાંકાને દુર કર્યા વિના ડીઝાઈન તથા પ્લાનિંગ હાથ ધરવા સુચના આપવામાં આવેલ.
ભગવતીપરા વિસ્તારમાં નવી હાઈસ્કુલમાં ફેઝ-૧માં રૂ. ૧૬ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફલોરમાં ૧૪ ક્લાસરૂમ સાથે પ્રિન્સીપાલ ઓફિસ, સ્ટાફરૂમ, એડમીન ઓફિસ, રેકોર્ડરૂમ, કોમ્પ્યુટરરૂમ, ચિલ્ડ્રનટોય રૂમ, ડીસ્પેન્સરી, એક્ટીવીટી રૂમ, લેડીઝ તથા જેન્ટ્સ માટે અલગ ટોઇલેટ, વોટરરૂમ, ઓપન એર થીયેટર વિગેરે સુવિધા આપવામાં આવનાર છે. આ ઉપરાંત ઇન્ટરનલ રોડ, વોટર સપ્લાય, ડ્રેનેજ, રેઇનવોટર હાર્વેસ્ટીંગ, પ્લાન્ટેશન તેમજ ફાયર સેફટી સીસ્ટમ, સોલાર ઙટ સીસ્ટમ, એક્સટરનલ ઇલેક્ટ્રિક, સીસીટીવી કેમેરા, કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રી ગેટ, સિક્યોરીટી કેબીન, રીટેઇનીંગવોલ જેવી સુવિધાઓ આપવામાં આવનાર છે.
ફેઝ-૨ માં રૂ. ૪.૭૭ કરોડના ખર્ચે પ્રથમ માળે ૧૧ ક્લાસરૂમ, લાયબ્રેરી, ઈ-લાઈબ્રેરી, મીટીંગ હોલ, ફીઝીકલ લેબ, બાયોલોજી લેબ, કેમેસ્ટ્રી લેબ, ટોયલેટ તથા વોટરરૂમની સુવિધા આપવામાં આવશે. તેમજ બેડમિન્ટન, ટેબલટેનીસ બિલ્ડીંગ, વોલીબોલ કોર્ટ, ફૂટબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ તેમજ એથ્લેટિક ટ્રેક ગ્રાઉન્ડનું પ્લાનિંગ કરવામાં આવેલ છે. આ શાળા બિલ્ડીંગનો પ્રાથમિક તેમજ માધ્યમિક બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે.
સદરહુ વિસ્તારમાં સ્માર્ટઘર ૫+૬ આવાસ યોજનાના ૨૧૨૮ આવાસો ઉપરાંત ભગવતીપરામાં હાલમાં જ મંજુર થયેલ આશરે ૨૦૦૦ જેટલા પ્રાઈવેટ એફોર્ડેબલ આવાસોનું ડેવલોપમેન્ટ ધ્યાને લેતા સદરહુ શાળા બનાવી જરૂરી જણાય છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં રમત-ગમ્મત માટે પૂરતા પ્રમાણમાં મેદાનો ઉપલબ્ધ નથી તેથી ભગવતીપરાની આ નવી બનનાર શાળામાં રમત-ગમ્મત બાબતે વિશેષથી સુવિધાઓ આપવા માટે પ્લાનિંગ કરેલ છે અને રાજ્ય સરકારના વખતોવખતના ખેલ મહાકુંભ અને અન્ય રમત-ગમ્મત ને લગત કાર્યક્રમો માટે એક સુવિધા ઉપલબ્ધ થશે.