નાયબ કમિશ્નર સહિત અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં ચોમાસા પહેલાની વિવિધ કામગીરીને લગતા વિવિધ મુદાઓની ચર્ચા કરાઇ
મનપા દ્વારા પ્રિ મોનસુન કામગીરી અંગે સંબંધીત અધિકારીઓને સાથે કમિશ્નર ઉદીત અગ્રવાલના અઘ્યક્ષ સ્થાને વિવિધ શાખાના સંબંધીત અધિકારીમાં ત્રણેય ઝોનના નાયબ કમિશ્નર બી.જી,પ્રજાપતિ, એ.આર.સિંધ અને સી.કે.નંદાણી સાથે બેઠકનું આયોજન કરવામાં આવયું હતું. જેમાં પ્રિમોનસુન કામગીરીને લગતી વિવિધ મુદ્ાઓની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
મ્યુનિ. કમિશનરશ્રીએ મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારીશ્રી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્યાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી આગળ ધપાવવા તૈયારી શરુ કરવા જે તે શાખાના અધિકારીશ્રીને સુચના આપી હતી. મ્યુનિ. કમિશનરએ પ્રિ-મોન્સુન માટે કરવાની થતી કામગીરી જેવી કે, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કરી ૠજઉખઅ અને રિલીફ કમિશનરને મોકલવા તથા પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, વોંકળામાંથી દબાણ દુર કરાવવું, બાઉન્ડ્રી ડીમાર્કેશન કરાવવું, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, ખાનગી જોખમી હોર્ડીંગ અંગેની કામગીરી, વોંકળા સફાઇ, ડ્રેનેજ ફરિયાદનો તાત્કાલિક નિકાલ અંગે સુચના આપેલ.
પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજન, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, રસ્તા ઉપરના દબાણો, જોખમી હોર્ડીંગની માહિતી, ભયગ્રસ્ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, ભયગ્રસ્ત તેમજ તુટી પડે તેવા પોલ, ઇલેક્ટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ, વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્યવસ્થા, રસ્તા પરના ખાડા, ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહી, ૠજઉખઅ દ્વારા ઊછઈ માટે ફાળવેલ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ હસ્તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વિગત, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું વિગેરેની ચર્ચા કરેલ.