સુરતમાં નવ ફૂટથી ઊચી ગણેશની મુર્તિ બનાવવા પર પ્રતિબંધ જાહેર…
સુરત : ગુજરાતમાં અને દેશભરમાં ઉજવાતા ઉત્સવોમથી એક એટ્લે ગણેશોત્સવ જે ૧૦દિવસ સુધી ઉજવવામાં આવે છે અને છેલ્લે આગલા વર્ષે પાછા આવજો એવી પ્રાર્થના સાથે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન દરિયા, નદી કે તળાવમાં કરવામાં આવે છે પરંતુ જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે અનેક રીતે પ્રદૂષણ સર્જાય છે, જેમાં મુર્તિ બનાવવાનું પ્લાસ્ટર ઓફ પેરિસનું મટિરિયલ મુખ્ય જવાબદાર રહે છે. ત્યારે તે બાબતનું ધ્યાન રાખીને સુરતમાં કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા આનુસર ગણેશજીની મુર્તિ ૯ ફૂટથી ઊંચી ના રાખવી, અને મૂર્તિકારોને પણ ૯ ફૂટથી ઊચી મુર્તિ ના બનવાવના આદેશ આપવામાં આવ્યા છે, આ ઉપરાંત ૯ ફૂટથી ઊંચી મુર્તિ વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિસર્જન બાબતે પણ જણાવવામાં આવ્યું છે કે માટીની અને પી ઑ પીની મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવ તેમજ દરિયામાં કરવાનું રહેશે.
જાહેરનામાના અનુસંધાને જે મુર્તિકારો ૯ ફૂટથી વધુ ઊચાઈની મુર્તિ બનાવતા હતા તેમની કામગીરી બંધ કરાવવામાં આવી હતી, જેના પડઘા સ્વરૂપ મૂર્તિકારોએ શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખના ઘરે જઈને વિરોધ દર્શાવ્યો હતો.