- નાનામવા ચોકડીએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઇ જરૂરી સૂચનો આપ્યાં
ફિલ્ડ વર્ક પર ભાર મૂકી રહેલા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈએ શહેરના જુદાજુદા વિસ્તારો અને મનપાના કેટલાક સંકુલોની મુલાકાત લીધી હતી. જેમાં હાલ વોર્ડ કમિટી દ્વારા ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન અંગેની ચકાસણીની જે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમાં તેમણે વોર્ડ નં. 1 અને 2 માં રૂબરૂ નિહાળી નાનામવા ચોકડીએ મનપાના ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને રૈયાધાર પાસે સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરએ નાનામવા ચોકડી પાસે આવેલ આઇસીસીસી ખાતે થતી તમામ કાર્ય પધ્ધતિ વિશે માહિતી મેળવી હતી તેમજ જીઆઇએસ અંગે પણ જાણકારી પ્રાપ્ત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરએ આઇસીસીસી દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
રૈયાધાર સ્માર્ટ સિટી પાસે સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મ્યુનિસિપલ કમિશનરએ મુલાકાત લઇ ઓપરેશન મેઇન્ટેનન્સ ઉપર વધુ ભાર મુક્યો હતો તેમજ હાલ જે સ્ટાન્ડર્ડ છે તે જળવાઈ રહે તે અંગે સુચના પણ આપી હતી. વધુમાં મ્યુનિસિપલ કમિશનરએ એસટીપી અને ટીટીપી ખાતેના ખુલ્લા પ્લોટમાં પ્લાન્ટેશન કરવા સુચના આપી હતી.
હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ ચાલી રહેલ ફાયર એનઓસી અને બી.યુ. સર્ટીફીકેટ અંગે ચકાસણીની કામગીરી દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ નં.1 અને વોર્ડ નં.2માં રૂબરૂ જઈને ચકાસણી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેમાં વોર્ડ નં.1માં 150 ફૂટ રિંગ રોડ ખાતે વિઝન 2020 કોમ્પલેક્ષમાં શોપ નં.409, 410 અને વોર્ડ નં.2માં સદર બજારમાં આવેલ હોટલ નોવા ખાતે ફાયર એનઓસી અને બી.યુ, સર્ટિફિકેટ ચકાસણી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. અલ્પના મિત્રા, જીવાણી, એએમસી સમીર ધડુક, મેનેજર વત્સલ પટેલ, વોર્ડ ઓફિસર મહેશ મુલિયાણા અને પરેશ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.