સચીવ સ્તરથી લઈને તમામ પ્રકારના પદો પર ખાનગી ક્ષેત્રના લોકોની કરાશે નિમણુંક
સરકારી થિંક ટેંક નીતી આયોગમાં ખાનગી ક્ષેત્રોના નિષ્ણાંતો માટે દરવાજા ખોલવાની તૈયારી છે. સચિવ સ્તરેથી લઈને તમામ પ્રકારના પદો માટે ખાનગી ક્ષેત્રના લોકોને નિયુકત કરવામાં આવશે. અત્યાર સુધી સરકારી સંસ્થાઓમાં નોકરશાહી કરનારા લોકો જ આવેદન કરી શકતા હતા પરંતુ નીતી આયોગમાં ઓફિસરોએ ખાનગી ક્ષેત્રના આવેદન કરનારા લોકોનો પણ મુકાબલો કરવો પડશે. હાલ, નીતી આયોગમાં મુખ્યપદ આઈ.એ.એસ, આઈ.પી.એસ અને આઈઆરએસના અધિકારીઓ માટે અનામત છે. પોલીસી ઘડતર માટે ખાનગી ક્ષેત્રોના નિષ્ણાંતોની મદદ લેવાશે.
અત્યાર સુધી, નીતી આયોગમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતોને સદસ્ય તરીકે નિયુકતી મળતી હતી જોકે તેની સંખ્યા પણ ખુબ ઓછી છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતનું કહેવું છે કે, આ પ્રયાસ દ્વારા અમે દેશના વિકાસ માટે સૌથી પ્રતિભાવાન વ્યકિતઓની નિમણુક કરી શકીશું. સુત્રોના જણાવ્યા અનુસાર નીતી આયોગ હવે બધા સ્તરના પદો પર સીધો પ્રવેશ આપવા પર વિચારી રહ્યું છે.
પાછલા બે વર્ષના સમયગાળામાં નીતી આયોગે ખાનગી ક્ષેત્ર પાસેથી ટેલેન્ટ હાયલ કરવાની કોશિશ કરી છે પરંતુ અત્યાર સુધી તેને નીચલા અને મધ્યમ સ્તરના પેદા માટે જ ભરતી કરવામાં આવ્યા છે. આ લોકોને ઓફીસર્સ ઓન સ્પેશ્યલ ડયુટીને આધારે નિયુકત કરવામાં આવ્યા છે. આયોગની તરફથી નિયુકતીને લઈને આપવામાં આવેલા નવા પ્રસ્તાવો અનુસાર, બહારના નિષ્ણાંતોને બધા પદો માટે આવેદનની તક આપવામાં આવશે. આ ઉપરાંત, નોકરશાહ પણ આવેદન કરી શકશે અને મેરિટ લીસ્ટના આધારે નિમણુક કરવામાં આવશે.