નિર્ણય ચૂંટણીલક્ષી હોવાની શંકા, નવા પંચનું ગઠન કયારે અને કેવી રીતે શે તે અંગે સરકારે ફોડ પાડવો જરૂરી: હાર્દિક પટેલ
મોદી સરકારે ગઈકાલે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને રદ્દ બાતલ કરીને નવું આયોગ બનાવવાનો નિર્ણય લીધો છે. આ આયોગ રાષ્ટ્રીય સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગ આયોગ એટલે કે, નેશનલ કમિશન ફોર સોશ્યલી એન્ડ એજયુકેશનલી બેકવર્ડ કલાસ તરીકે ઓળખાશે. આ આયોગ રચવાના નિર્ણયી જાટ અને પટેલ અનામત આંદોલનમાં નવો વળાંક આવશે. ત્યારે મોદી સરકારના નવું આયોગ રચવાના આ નિર્ણયને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે વખોડી કાઢયો છે અને નિર્ણયને રાષ્ટ્રીય સ્ટંટ ગણાવ્યો છે.
સરકારના નવા આયોગની રચના કરવાના નિર્ણય અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, નવા આયોગ અંગે સરકાર તરફી વધુ પારદર્શક નિર્ણય લેવાવો જોઈએ અને સરકારે સાબીત કરવું જોઈએ કે, આ માત્ર ચૂંટણીને જીતવાની તરકીબ ની. હું ઓબીસી આયોગની જગ્યાએ નવું પંચ રચવાના સરકારના નિર્ણયને આવકા‚ છું પરંતુ આ નિર્ણય રાજકીય સ્ટંટ વધુ લાગી રહ્યો છે. સરકારે આ મામલે વધુ ચોખવટ કરી પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ. નવું કમિશન રચવાની કામગીરી કયારે અને કેવી રીતે શે તે અંગે સરકારે ફોડ પાડવો જોઈએ.
ગુજરાતની ભાજપ સરકાર પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે વર્ગવિગ્રહની રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ પણ પાટીદાર નેતા હાર્દિક પટેલે કર્યો હતો. નલિયાકાંડ જેવા ગંભીર ગુનાનો આરોપી ની કે પોલીસે મને વોન્ટેડ આરોપી જાહેર કરવો પડે તેમ પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું. હાર્દિક પટેલ હાઈ કોર્ટના આદેશ મુજબ ગુરુવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચમાં હાજરી નોંધાવ્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, હું કોઈ નલિયાકાંડનો આરોપી ની કે મને અમદાવાદ વાલ કોર્પોેરેટરના ઘરમાં તોડફોડના આરોપમાં વોન્ટેડ જાહેર કરવો પડે.
આંદોલનને તોડવા વર્ગવિગ્રહ માટે ભાજપ ભાડૂતી ગુંડાઓ દ્વારા પ્રયાસ ઈ રહ્યાં છે નલિયાકાંડ જેવો ગંભીર ગુનાનો આરોપી ની કે વોન્ટેડ જાહેર કરવો પડે. જે દિવસે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો તેના આગલા દિવસે જ ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવવા માટે ગયો હતો. હું કંઈ છૂપાઈ ગયો ની કે વોન્ટેડ જાહેર કરવો પડે. પોલીસ માત્ર ભાજપના ઈશારા પર કામ કરે છે. પોલીસ મારી ધરપકડ ગમે ત્યારે કરી શકે તેમ છે, પરંતુ કેમ કરતી ની અને વોન્ટેડ જાહેર કરે છે તે પણ એક સવાલ છે. હાર્દિક પટેલે ભાજપ સરકાર પર વર્ગવિગ્રહની રાજનીતિ ફેલાવતી હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સરકાર માત્રને માત્ર આંદોલનને તોડવા માટે હિન્દુ-મુસ્લિમ સહિત એક સમાજને બીજા સમાજ સો લડાવવા માટે વર્ગવિગ્રહની રાજનીતિ કરી રહી છે. યોગીચોકમાં સભાની મંજૂરી ન મળી ત્યાર બાદ યેલા છમકલા વિષે તેમણે જણાવ્યું હતું કે, તે અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવ્યાં હતાં અને પોલીસના વિશાળ કાફલાને ઊતારીને લોકોને ડરાવવાનો પ્રયાસ યો હતો.
ભગતસિંહને ઈતિહાસકારો અને ભાજપ તા આરએસએસના લોકોએ ખોટા ચીતર્યા છે. સુરતમાં ભાજપને કાર્યક્રમની મંજૂરી મળે અને પાટીદારોને પરીક્ષાના નામે મંજૂરી નહોતી. ભાજપના કાર્યક્રમમાં મોટાભાગે સ્ટુડન્ટને જ લાવવામા આવ્યાં હતાં. સુરત પાસના ક્નવીનર અલ્પેશ કરિીયા સહિત અન્ય યુવાનોની રાજદ્રોહના ગુનામાં ધરપકડ ન વા અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, સરકારે ખોટી રીતે કેસ લગાવ્યો હશે તેી જ હજુ સુધી તેમની ધરપકડ ઈ ની. જ્યારે તેઓ ધરપકડ માટે કાયદાકીય રીતે તૈયાર છે.