- મુંબઈથી પરત આવ્યા બાદ યુવાન સંપર્ક વિહોણો થઇ ગયો : 48 કલાક બાદ પણ ભાળ નહિ મળતા અનેક તર્ક-વિતર્ક
સાવરકુંડલા ગામે રહેતા અને હિરા બજારમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો એક કમિશન એજન્ટ છેલ્લા બે દિવસથી ભેદી રીતે ગુમ થઇ જતા તેના પરિવાર દ્વારા આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ છે. જો કે અહીના હિરા બજારમા એવી ચર્ચા ઉઠી છે કે આશરે 10 કરોડના હિરા સાથે આ એજન્ટ ગુમ થયો છે.
કમિશન એજન્ટ અચાનક ગુમ થયાની આ ઘટના સાવરકુંડલામા બની છે. જયાં જયંતીભાઈ કરશનભાઇ કથળીયા નામનો યુવક છેલ્લા બે દિવસથી ગુમ થઇ ગયો છે. આ યુવાન હિરા માર્કેટમા કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો અને સાવરકુંડલાથી અન્ય શહેરોમા હિરાની લેવડ દેવડનુ કામ પણ સંભાળતો હતો.
ગત તા.15 માર્ચના રોજ આ યુવક સવારે મુંબઇથી સાવરકુંડલા ટ્રેન માર્ગે આવ્યો હતો અને સાંજના છ વાગ્યા બાદ અચાનક સંપર્ક વિહોણો થઇ ગયો હતો. જેથી તેના પરિવારના સભ્યોએ પ્રથમ સગા સંબંધીઓ તથા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ તેનો પતો ન મળતા પિતા કરશનભાઇ અને ભાઇ દિનેશભાઇએ મામલામાં સાવરકુંડલા પોલીસને જાણ કરી છે. બીજી તરફ હિરા બજારમા એવી ચર્ચા ઉઠી છે કે આ યુવક આશરે દસેક કરોડના હિરા સાથે ગુમ થયો છે.
સાવરકુંડલા ઉપરાંત સુરત, પાલિતાણા, બોટાદ, જસદણ, મુંબઇ, અમદાવાદ સહિતના અનેક હિરા વેપારીઓનો માલ અટવાયો હોવાનુ કહેવાય છે. જો કે તેના પરિવાર દ્વારા પોલીસને આટલી રકમના હિરા અંગે કોઇ જ જાણ કરાઇ નથી. જેથી હકિકત શું છે તે તો યુવક સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. કોઇ હિરા વેપારી પણ હજુ સુધી પોલીસ મથકે પહોંચ્યા નથી.
જસદણ, બોટાદથી માંડી સુરત, મુંબઈના વેપારીઓનો માલ અટવાયાની ચર્ચા
કમિશન એજન્ટ યુવાન પાસે સાવરકુંડલા ઉપરાંત સુરત, પાલિતાણા, બોટાદ, જસદણ, મુંબઇ, અમદાવાદ સહિતના અનેક હિરા વેપારીઓનો માલ અટવાયો હોવાનુ કહેવાય છે. જો કે તેના પરિવાર દ્વારા પોલીસને આટલી રકમના હિરા અંગે કોઇ જ જાણ કરાઇ નથી. જેથી હકિકત શું છે તે તો યુવક સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. કોઇ હિરા વેપારી પણ હજુ સુધી પોલીસ મથકે પહોંચ્યા નથી.
હીરાની લેવડ-દેવડનું કામ સંભાળતો’તો
જયંતીભાઈ કરશનભાઇ કથળીયા નામનો યુવક છેલ્લા બે દિવસથી ગુમ થઇ ગયો છે. આ યુવાન હિરા માર્કેટમા કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો અને સાવરકુંડલાથી અન્ય શહેરોમા હિરાની લેવડ દેવડનુ કામ પણ સંભાળતો હતો. હવે આ યુવાન ભેદી રીતે ગુમ થઇ જતાં અનેક વેપારીઓનો જીવ અધ્ધર થઇ ગયો છે.