જીએસટી લાગુ થયા બાદ કરદાતાઓને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે કવાયત
કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧ જુલાઈથી જીએસટી લાગુ થાય તેવી શકયતા છે. જીએસટી લાગુ થતા એક સમાન કર માળખુ અમલી બનશે તેના અંતર્ગત પ્રત્યક્ષ કર ને જીએસટીમાં સમાવી લેવામાં આવશે જીએસટીની પૂર્વ તૈયારીના ભાગ‚પે સરકારી કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવી રહી છે. કર દાતાઓને મુશ્કેલી ન પડે તે માટે વાણીજયક વેરા વિભાગે આગોતરા પ્રયત્ન હાથ ધર્યા છે.
વાણીજય વેરા વિભાગનાં સીઆર લાડુમોરે જણાવ્યું હતુ કે અમારા મેઈન ઓફીસરોને ચેન્નાઈ ખાતે ટ્રેનીંગ આપવામાં આવી હતી. તેઓ ત્યાંથી ટ્રેનીંગ લઈને અહીના કર્મચારીઓને ટ્રેનીંગ આપશે જીએસટી આવવાથી શ‚આતમાં કામ થોડુ વધુ રહેશે એકસાઈઝ અને કસ્ટમ સર્વીસ પણ અમારા ડિપાર્ટમેન્ટમાં એકત્રીત થશે. ભવિષ્યમાં ઓનલાઈન પધ્ધતિથી તમામ વ્યવહારો સરળ થઈ જશે જીએસટી આવવાથી વ્યાપારીઓને ધણો ફાયદો થશે હાલના સર્વીસ ટેક્ષ કસ્ટમ, એકસાઈઝ, સેલ્સ ટેક્ષ અને એન્ટીટેક્ષનાં વિભાગો એકત્રીત થઈને એક જ વિભાગ બની જશે જેથી વ્યાપારીઓને એક જ રીટર્ન અપલોડ કરવાનું રહેશે.