LPG સિલિન્ડરની કિંમત વધીને 1833 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ
નેશનલ ન્યૂઝ
નવેમ્બર મહિનો શરુ થતા જ સરકારી તેલ કંપનીઓએ દેશના વિભિન્ન ક્ષેત્રોમાં કોમર્શિયલ LPGના ભાવમાં 100 રુપિયાનો વધારો કર્યો છે. છેલ્લા 2 મહિનામાં બીજી વખત આ ભાવવધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં કંપનીઓએ LPGની કિંમતમાં 209 રુપિયાનો વધારો કર્યો હતો. હવે સિલિન્ડરની કુલ કિંમત 1833 થઈ ગઈ છે. ઓઈલ કંપનીઓએ ગયા મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કર્યો હતો. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 1 ઓક્ટોબરથી 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં નવા દરો લાગુ થયા બાદ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1731.50 રૂપિયા થઈ ગઈ છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ સપ્ટેમ્બરમાં સસ્તા થયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સપ્ટેમ્બરમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 157 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ આ સિલિન્ડર દિલ્હીમાં 1522.50 રૂપિયા અને કોલકાતામાં 1636 રૂપિયામાં મળવા લાગ્યો હતો.
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં
ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 14 કિલોના સિલિન્ડરની કિંમત 929 રૂપિયા છે. જ્યારે મુંબઈ, મહારાષ્ટ્રમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 902.5 રૂપિયા છે.