14.2 કિલો વાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં કોઈ ઘટાડો નહિ
નેશનલ ન્યૂઝ
1 જાન્યુઆરી પહેલા જ દેશમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. 22 ડિસેમ્બરના કોમર્શિયલ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયા 50 પૈસા સુધીનો ઘટાડો કરાયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી તેને યથાવત્ રખાયા છે.એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ 16 નવેમ્બરે કડવાચૌથના દિવસે 19 કિલોવાળા સિલિન્ડરમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો. જોકે ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડાના અહેવાલ નથી.
22મી ડિસેમ્બરથી એટલે કે આજથી દિલ્હીમાં ગ્રાહકોને 1757 રૂપિયામાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. પહેલા તેને 1796.50 રૂપિયામાં આપવામાં આવી રહી હતી.1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો. નોંધનીય છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1લી ડિસેમ્બરે વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 16 નવેમ્બરના રોજ 19 કિલોનો એલપીજી સિલિન્ડર 100 રૂપિયાથી વધુ મોંઘો થયો હતો.
નોંધનીય છે કે 30 ઓગસ્ટ 2023ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર આપવામાં આવેલા અપડેટ મુજબ આજે પણ ગ્રાહકોને 30 ઓગસ્ટના દરે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં તે 903 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે, જ્યારે કોલકાતામાં ગ્રાહકોને તે 929 રૂપિયામાં મળી રહ્યા છે. બિઝનેસ સિટી મુંબઈમાં લોકોને 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર 902.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.