19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો નવો ભાવ રૂ. 1680
ગેસ કંપનીઓ દ્વારા આજથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એક ઝાટકે રૂ. 100 નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
મોંધવારીના પિસાઇ રહેલી જનતાને થોડી રાહત મળી છે. જો કે એલપીજી અને પીએનજીની કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ગેર એજન્સીઓ દ્વારા સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
દર મહિનાની પહેલી તારીખે ગેસ તથા ઓઇલ કંપનીઓ દ્વારા ઇંધણની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ચારે બાજુ મોંધવારીથી પિસાય રહેલી જનતાને થોડી રાહત મળી છે ગેસ કંપનીઓ દ્વારા આજથી જ લાગુ પડે તે રીતે 19 કિલોનું વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂ. 100 નો તોતીંગ ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી નવો ભાવ રૂ. 1680 થઇ ગયો છે જો કે ધરેલું રાંધણ ગેસ અને પાઇપ લાઇન દ્વારા અપાતા પીએનજીમાં ભાવમાં કોઇ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.
મોંધવારીથી પિડાઇ રહેલી જનતાને થોડી રાહત મળી છે જો કે ધરેલું ગેસના ભાવમાં કોઇ ઘટાડો કરવામાં ન આવતા જનતામાં થોડી નારાજગી જોવા મળી છે.
મોંધવારીના પિસાઇ રહેલી જનતાને થોડી રાહત મળી છે. જો કે એલપીજી અને પીએનજીની કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઓઈલ કંપનીઓએ 27 દિવસ બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે.
આ પહેલા 4 જુલાઈએ કંપનીઓ દ્વારા સિલિન્ડર દીઠ 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુલાઈ પહેલા માર્ચ, એપ્રિલ, મે અને જૂનમાં સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. 1 માર્ચ, 2023ના રોજ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા હતી.