પેટ્રોલ- ડીઝલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો થયો હોવાની વાત ખોટી: અરવિંદભાઇ ઠકકર

ગેસ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં આજે 11પ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ એવી વાત વહેતી થઇ હતી કે ઓઇલ કંપનીઓ દ્વારા લાંબા સમય બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આ વાત ખોટી છે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. બન્ને ઇધણના ભાવો યથાવત છે.ઓઇલ કંપનીઓ દ્વારા આજે સવારથી અમલમાં આવે તે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 40-40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાના મેસેજ આપવામાં આવ્યા હતા.

દરમિયાન ગણતરીની મીનીટોમાં ઓઇલ કંપનીઓ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો અને એવું જાહેર કરાયું હતું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ ભાવ ઘટાડો કરવામાં આવ્યો નથી ભાવ યથાવત છે હાલ રાજકોટમાં પ્રતિલીટર પેટ્રોલના ભાવ રૂ. 96.17 અને ડીઝલના ભાવ પ્રતિલીટર 91.93 છે. ગ્રામ્ય વિસ્તારોમાં આઇઓસી દ્વારા સવારે થોડા સમય માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. જો કે કંપની દ્વારા ભાવ ઘટાડા અંગે સ્પષ્ટતા કરવામાં આવતા ફરી જુના ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા.બીજી તરફ ગેસ કંપનીઓ દ્વારા આજે કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં 115 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.