કોમર્સના વિદ્યાર્થીઓને પુસ્તકલક્ષી જ્ઞાન આપવાની સાથે વ્યાપારમાં વ્યવહારલક્ષી શિક્ષણ આપવાના ઉદેશ સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે આવેલી કે.જી.ધોળકિયા સ્કૂલમાં ટ્રેડ કાર્નિવલ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્નિવલમાં ૨૦૦ ઉપરાંત વિવિધ કેટેગરીના સ્ટોલો રાખવામાં આવ્યા છે. બે દિવસ ચાલનારા આ કાર્નિવલમાં સ્ટોલમાં વેંચાણ અર્થે મુકવામાં આવતી ચીજ-વસ્તુઓની હોલસેલ ખરીદી ખુદ વિદ્યાર્થીઓ દ્વારા જ કરાવવામાં આવી છે અને વેચાણ કર્તાની ભૂમિકા પણ એમને જ નિભાવવાની હોય છે. થયેલો નફો સ્ટોલ સંભાળનાર વિદ્યાર્થીઓ સરખા હિસ્સે આપસમાં વહેંચી લે છે. આ રીતે કોમર્સનું વાસ્તવિક શિક્ષણ આપવાનો શાળાનો પ્રયાસ છે.
ટ્રેડ કાર્નિવલમાં ભાગ લેનાર મૈત્રી પરસાણા નામની વિદ્યાર્થીનીએ અબતકને જણાવ્યું હતું કે, ખરીદનાર કઈ રીતે ભાવ તાલ કરે છે. વેંચાણમાં મુકેલી વસ્તુને કઈ રીતે મુલવે છે એ અંગેના સવાલ જવાબમાં ખરીદવા માંગતા સામાન અંગે કેવી બાંહેધરી માંગે છે તે શિખવા મળ્યું છે. સાથો સાથ વેંચાણ કાઉન્ટરની અંદરની તરફ ઉભા રહીને ગ્રાહકોને ફેસ કરવાનો રોમાંચ અવર્ણનીય છે. મારી પુત્રીને આજે વિદ્યાર્થીના બદલે વેપારીના રોલમાં જોઈને હું અત્યંત ઉતેજતા અનુભવુ છું અને મારી પુત્રી માટે ગર્વ અનુભવુ છું એમ અબતક સાથેની વાતચીતમાં ભાવ વિભોર બની ગયેલી એક માતાએ શાળાની કલાસ‚મ બહારની આવી પ્રવૃતિને બિરદાવી હતી. આરતી મહેતા નામના આ વાલીએ સ્ત્રી સશકિતકરણની શ‚આત શાળા સ્તરેથી થવી જોઈએ તો સારું પરિણામ આવે એવી વિભાવના વ્યકત કરી હતી.
શાળાના અલગ-અલગ વિભાગના પ્રિન્સીપાલ હિતેષ કોટેચા તથા રાહુલ રાવલે શાળાકિય પ્રવૃતિની માહિતી અબતકને આપતા જણાવ્યું હતું કે, શાળા ખંડમાંથી બહાર કરવામાં આવતી એકિટવીટી ધોળકિયા સ્કૂલની ખાસીયત રહી છે. દર વર્ષે આયોજીત આવા કાર્નિવલના વિદ્યાર્થીઓના માનસ ઉપર ઉંડી સકારાત્મક છાપ છોડે છે. આ મેળામાં દરેક વિદ્યાર્થીઓના વાલીઓને પણ ખુલ્લુ આમંત્રણ આપવામાં આવતુ હોવાથી એકબીજા સાથે આત્મીયતાની લાગણી ઉદભવે છે. કોમ્યુનીકેશન સ્કિલ મજબુત થાય છે. આખુ વર્ષ વર્ગખંડના બંધિયાર વાતાવરણમાંથી થોડો સમય બહાર આવીને પ્રત્યક્ષ જ્ઞાન આપવાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓમાં નવા ઉત્સાહ જોશનો સંચાર કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં જોખમ ઉઠાવવાની માનસિકતા કેળવાય છે. સાહસનો ગુણ વિકસે છે. આમ આવા કાર્નિવલ આજના સમયની માંગ છે જે ધોળકયા સ્કૂલ હંમેશા પુરી કરે છે.