માણાવદર પંથકમાં ચારણ સમાજ, માલધારી સમાજ સહિત વિવિધ ઇતર જ્ઞાતિ સમાજ દ્વારા માં મોગલ વિશે સોશ્યલ મિડિયામાં કરવામાં આવેલી ટીપ્પણી નો વિરોધ કરી રહયા છે ત્યારે માણાવદર માં ચારણ સમાજ મા રોષની લાગણી જન્મી છે તેમજ આરોપીઑને કડક સજા કરવાની માંગ સાથે માણાવદર તાલુકા ના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
માણાવદર મામલતદાર ને પાઠવેલ આવેદનપત્ર જણાવ્યું છે કે સમાજ વિરોધી માનસ ધરાવતા અમુક પરિબળો દ્વારા ચારણ ગઢવી સમાજ ના મોગલ માં વિશે ટીપ્પણી કરી છે જે સમગ્ર હિન્દુ સમાજ વચ્ચે વૈમનસ્ય અને ખટરાગ પેદા થાય તેવા આ કથીત કૃત્ય થી ચારણ માલધારી સમાજ સહિત સમગ્ર હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિ માં પુજાતા માં મોગલ ના અગણિત ભાવિકોની લાગણી દુભાઇ હોય સમાજ મા અંદરો અંદર વર્ગ વિગ્રહ ઉભો કરનાર અસામાજિક તત્વો સામે તુરંત કાયદાકીય કરવા જણાવ્યું છે…….