વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા એ જીલ્લા આયોજન અધિકારીને પત્ર પાઠવી વર્તમાન કોરોના મહામારીમાં પ્રજાને બચાવવા જરુરી એવા વાંકાનેર અને કુવાડવાની સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટર મશીન અને ઓકસીજન કોન્સન્ટ્રેટર માટે પોતાની ગ્રાન્ટમાંથી 20-20 લાખની ગ્રાન્ટ ફાળવી પ્રસન્નીય કાર્ય કર્યુ છે.
વર્તમાન સમયમાં કોરાની બીજી લહેરમાં મૃત્યુદર ખુબ વઘ્યો છે અને તેમાં મુખ્ય કારણમાં વેન્ટીલેટર અને ઓકસીજન નહી મળવાથી અનેક પરિવારના લોકોના મોત થયા છે. આ વાતથી અત્યંત દુખી એવા ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદાએ પોતાને વિકાસના કામો માટે સરકારમાંથી મળતી ગ્રાન્ટમાં આવર્ષમાં વર્ષ 2021-22 ની ગ્રાન્ટમાંથી ર0 લાખ વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ર0 લાખ કુવાડવાની સરકારી હોસ્5િટલમાં વેન્ટીલેટર અને ઓકસીજન માટે ગ્રાન્ટ ફાળવવા જીલ્લા આયોજન અધિકારીને પત્ર પાઠવી જરુરી કાર્યવાહી કરવા અને મંજુર થયે જાણ કરવા જણાવાયું છે.
એક તરફ સ્વૈચ્છીક લોકડાઉન ને પગલે બપોર બાદ પોણાભાગના ધંધાથર્જીઓ બંધ પાળી કોરોનાથી બચવા સ્વયંભૂ પ્રયાસો કરે છે આ મહામારી માંથી લોકોને બચાવવા શહેરમાં ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ તથા સેવાભાવી સંગઠનો દ્વારા બનતા પ્રયાસો થઇ રહ્યા છે. બે કોવિડ સેન્ટરો શરુ કરી ઘણા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જે કાર્ય બીરદાવાને લાયક છે.