‘અબતક’ ટીમ દ્વારા અફવાનો પર્દાફાશ

પડધરી પંથકમાં ગણેશ વિસર્જન થાય એવી બધી જગ્યાએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જોકે દર વર્ષ કરતા આ વર્ષે લોકોની પાંખી હાજરી હતી. ભારે વરસાદના કારણે ન્યારી-૨ ઓવરફલો થતા અને તેમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય બે દરવાજા ખોલાતા રંગપર જવાના માર્ગે પાણી ફરી વળ્યા હતા જેથી રંગપર જવા માટે લોકો માટે ડેમ ઉપરનો રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. જોકે ગણેશ વિસર્જન માટે આવતા લોકો પાસેથી ખુદ પોલીસ તંત્ર દ્વારા ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ રંગપર ચેક પોસ્ટ ખાતે લઈ લેવામાં આવી હતી અને આ બધી મૂર્તિઓનું પોલીસ દ્વારા જ વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ પોલીસ તંત્રનું સહકારભર્યું પગલું પ્રશંસનીય હોવાનું લોકો ઉચ્ચારી રહ્યા હતા. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે અને કોરોનાની મહામારી વચ્ચે ગણેશોત્સવ પ્રસંગે ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ત્યારે પડધરી પંથકમાં ગણેશ વિસર્જન થાય અને તે બાબતે કોઈ દુર્ઘટના ન બને તેવી વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

સામાન્ય રીતે દર વર્ષે ગણેશ વિસર્જન સમયે લોકોના મોટા સમુહ વચ્ચે ગણેશ વિસર્જન થતું હોય છે પરંતુ આ વર્ષે આપણા ધાર્મિક તહેવારોને કોરોના અને અતિવૃષ્ટિનું ગ્રહણ લાગ્યું હોય તેમ આપણા મોટાભાગના તહેવાર ઘરે રહીને અને તે પણ સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવવા લોકો મજબુર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ તહેવારોની ઉજવણીમાં ભાવિકોને કોઈપણ પ્રકારની અડચણ ન થાય તે બાબતે પુરતી તકેદારી સાથે સહયોગ મળી રહ્યો હતો.

IMG 20200901 175136

ડેમમાંથી લાશ મળી હોવાની વાત અફવા નીકળી

કોઈપણ મહામારી, અકસ્માત, યુદ્ધ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે જેવા આપાતકાલીન સમયમાં લોકોએ અફવાઓથી દુર રહેવા તંત્ર દ્વારા લોકો સુધી પહોંચતા તમામ માધ્યમો દ્વારા કહેવામાં આવે છે. અબતક ન્યુઝ ચેનલ પણ અફવાઓથી દુર રહેવા પોતાનો સૂર પુરાવી આવી અફવાઓને બહાર લાવી લોકો સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં જ ગણેશ વિસર્જન સમયે ભારે વરસાદના કારણે ન્યારી-૨ ડેમ ઓવરફલો થયો હતો. દરમિયાન ડેમમાં કોઈ અજાણી વ્યકિત ડુબી જતા તેનો મૃતદેહ મળ્યો હોવાની અફવાએ જોર પકડયું હતું. આવા સમયે પડધરી ‘અબતક’ની ટીમે ઘટના સ્થળે જઈ અને અફવાનો પર્દાફાશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.