સંક્રમણનો ડર રાખ્યા વગર આરોગ્ય કેન્દ્રમાં પુનમબેન જોષી નર્સ તરીકેની ફરજ બજાવે છે
સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ વર્તી રહ્યો છે ત્યારે આ મહામારીના સમયમાં પણ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરકારી શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા પુનમબેન જોષી સમગ્ર મોરબી જિલ્લાની તમામ નર્સ બહેનો માટે પ્રેરણાદાયી છે.
પોતાને ૭ માસનો ગર્ભ હોવા છતાં પણ કોરોનાની મહામારીમાં સતત કાર્યરત પુનમબેન જોષી જણાવે છે કે, ભલે હું અત્યારે પ્રેગનન્ટ હોઉ અને પેટમાં સાત માસનો ગર્ભ હોય પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મને અનેરો આનંદ મળી રહ્યો છે.
કોરોના મહામારી વચ્ચે પોતાના શ્રીમંત પ્રસંગ મુલતવી રાખીને પણ આરોગ્ય વિભાગની સેવામાં સતત જોડાયેલ રહ્યા છે.પુનમબેન જોષીની ફરજપરસ્તી જોઇને અહીંના સ્થાનિકો જણાવે છે કે કોરોના સંક્રમણના કપરા સમયે પણ આવી પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ અમારા માટે ગર્વ અને રાહતની બાબત છે.
પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવા કરતાં પુનમબેન જોષી જેવા અનેક નર્સીંગ સ્ટાફ અને કોરોના વોરીયર્સને લાખો સલામ.