પીડિત મહિલાએ કોલ લગાવીને મદદ માગી અને રાતોરાત કાઉન્સીલર મીરા માવદિયા અને ટીમ વંથલી પહોંચી અને સામાજીક પ્રશ્નને સુલજાવીને સમાધાન કરાવ્યું
કેશોદની ૧૮૧ ની વુમન હેલ્પલાઇન ટીમ દ્વારા તાજેતરમાં પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. સાત મહિનાની પુત્રીને તેની માતા સાથે મિલન કરાવ્યું અને આ સામાજીક પ્રશ્ન સુલજાવીને સુખદ સમાધાન કરાવ્યું છે.
વંથલી તાલુકાની એક મહીલાએ ૧૮૧ નંબર પર ફોન કરી જણાવ્યુ કે, માણાવદર તાલુકા એક ગામમા મારુ સાસરુ છે, મારા પતિએ મારી ૭ માસની બાળકી લય લીધેલ અને મને ઘરની બહાર કાઢી મુકેલ. તેથી હૂ વંથલી આવી ગયેલ છું. આવો કોલ મળતા જ કેશોદ ૧૮૧ ના કાઉન્સિલર મીરાં માવદીયા તેમની ટીમ સાથે રાતોરાત તાત્કાલિક વંથલી પહોચી ગયેલ, અને મહિલાને શોધતા મહીલા બહૂૂ જ ગભરાયેલી હાલતમા હોવાથી પ્રોત્સાહન આપી, તેમનુ કાઉન્સેલિંગ કરતા મહિલાએ જાણાવ્યુ કે, તેમના પતિ એ તેમને માનસિક ત્રાસ આપી તેમની ૭ માસની બાળકી પોતાની પાસે રાખી છે. અને મહીલાને ઘરની બહાર કાઢી મુકેલ હોવાથી મહીલાએ વંથલી પહોચીને ૧૮૧ ટીમ ની મદદ માંગેલી હતી.
બાદમાં ૧૮૧ ની ટીમ મહીલાને લઈ તેમના ઘરે ગયેલ તેમના પતિને કાયદાકીય સમજણ આપી, સમજાવી, મહીલાને તેમની બાળકી અપાવેલ અને બંને વચ્ચે સુખદ સમાધાન કરાવી એક પ્રશંસનીય કામગીરી કરી હતી.