રાષ્ટ્રીય નેત્રદાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી
રાજકોટના વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં થઇ રહેલી ચક્ષુદાન સહિતની પ્રવૃતિની માહિતી આપવા ‘અબતક’ મીડિયાની મુલાકાતે આવેલાં સંસ્થાના હોદ્ેદારોએ વિશેષ વિગતો આપી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેર અને જીલ્લાને બાદ કરતા દરેક જીલ્લામાં માનવતાની સૌથી શ્રેષ્ઠ એવી ચક્ષુદાન પ્રવૃતિ અતિ નહિવત પ્રમાણમાં થાય છે. સમાજમાં આમ નાગરિકોમાં ચક્ષુદાન બાબતે જાગૃત્તિ ખૂબ ઓછી છે. નાની-મોટી ગેરસમજ પ્રવર્તે છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં બે દાયકાથી વધુ સમયથી દ્રષ્ટિહીન બાંધવોના જીવનમાં આનંદનો ઉજાસ પાથરવા નવી દ્રષ્ટિ આપવા, નેત્રદાનના મહત્વ વિશે જનજાગૃતિ લાવવા, શહેરીજનો પોતાના સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન કરવા પ્રેરાય તેવા શુભ આશયથી વિવેકાનંદ યુથ ક્લબ પ્રેરિત ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિ કાર્યરત છે.
રાજકોટ મહાનગરમાં પણ ચક્ષુદાન પ્રવૃતિને વેરા મળે, મૃત્યુ બાદ ચક્ષુદાનનું પ્રમાણ વધે, સમાજમાં જાગૃતિ આવે તે માટે તા.25/8/22 સુધી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય નેત્રદાન જનજાગૃતિ પખવાડિયું ઉજવાય રહ્યું છે.