કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધતુ જાય છે. આવી દયનીય પરિસ્થિતિમાં જે લોકો હોમ કવોરન્ટાઈન થયા હોય તેઓ માટે ભોજન વ્યવસ્થા ઉભી કરવી એ ખરેખર સરાંહનીય સેવાકીય કાર્ય છે. ઈસ્કોન મંદિર દ્વારા આ સુંદર પહેલ કરવામાં આવી છે.
ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આજ થી શુદ્ધ, સાત્વિક, સુપાચ્ય બપોર નું ભોજન (ભગવાન નો પ્રસાદ) પાર્સલ કરી આપવામાં આવશે. આ નો લાભ લેવા માટે અગાઉ નામ, સરનામું અને મોબાઈલ નંબર આગલા દિવસે રાત્રે 10 વાગ્યાં સુધી માં લખાવવા નું રહેશે જેથી બીજા દિવસે 1 વાગ્યાં સુધી માં ભોજન પહોંચાડી શકાય. જો આપ કે આપ ના સ્વજન માંથી જો કોઈ ક્વોરેન્ટાઇન હોય અને બપોર ના ભોજન ની આવશ્યકતા હોય તો પોસ્ટર માં આપેલ નંબર નો નિ:સંકોચ સંપર્ક કરવા ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવ સેવાદાસની યાદીમાં જણાવાયું છે.