ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃત્તિનું ગુણગાન કરતી પ્રાર્થના, નર્મદાષ્ટકમ સહિતની કૃતિની પ્રસ્તુતિ
ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે ગાગડિયો નદીના કિનારે જળ સંરક્ષણના ભગીરથ કાર્યને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રોત્સાહન મળ્યું હતું. તેને વધાવવા, પ્રવાસનને વેગ આપવાના ઉમદા ઉદ્દેશથી ભવ્ય જળ ઉત્સવનું તા.25 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં ભારતનો ભવ્ય અને દિવ્ય સાહિત્યક વારસો વેદ, ઉપનિષદ, પુરાણોમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનું મહિમાગાન કરવામાં આવ્યું છે. જળ ઉત્સવ કાર્યક્રમ પૂર્વે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિનું ગુણગાન કરતી ગણેશ વંદના, નર્મદાષ્ટકમ, રાસ, જયતુ જયતુ ભારતમ, માતા નર્મદાની આરતી સહિતની કલાકૃત્તિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જળ ઉત્સવને માણવા પધારેલા ગુજરાત સહિતના જળ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા હતો.
‘હોર્સ શો’ને નિહાળતા મુખ્યમંત્રી-રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે રાજ્યના પ્રથમ ‘જળ ઉત્સવ’ના પ્રારંભે ભવ્ય ‘હોર્સ શો’ યોજાયો હતો. જેમાં સ્ટેન્ડીંગ સેલ્યુટ, પૂરપાટ ઝડપે દોડતાં એક પછી એક એમ ત્રણ ઘોડાઓ દ્વારા જમીન પરથી રોપેલ પેગોને વારફરતી ભાલા દ્વારા ઉપાડવાના કરતબો દર્શાવવામાં આવ્યા હતા. દેશભક્તિના જુસ્સાભર્યા ગીતોના તાલે ઘોડેસવારોના આ કરતબોને મહાનુભાવોએ વધાવી લીધા હતા.
આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ નારણભાઈ કાછડિયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવિયા, ધોળકિયા ફાઉન્ડેશનના પ્રમુખ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, રેંજ આઈ.જી. ગૌતમ પરમાર, અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને પોલીસ વિભાગના અશ્ર્વ સવારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.