મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, કમલેશ મિરાણી, અમુભાઇ ભારદીયા વગેરે દીપ પ્રાગટય કરી બેટીંગ-બોલીંગ કરી ટુર્નામેન્ટ ખુલ્લી મુકી
ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજીત પ્રથમ રાત્રી પ્રકાશ વિશ્ર્વકર્મા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ રાજકોટના જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા. 4-5 ને બુધવારે સાંજે થયો.આ ટુર્નામેન્ટ દિપ પ્રાગટયમાં ઉદધાટક તરીકે વજુભાઇ વાળા, મેયર પ્રદીપભાઇ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, રવિ ટેકનોફોર્જના અમુભાઇ ભારદીયા, તેમજ જ્ઞાતિના પ્રમુખ તથા હોદેદારોના હસ્તે વિશ્ર્વકર્મા દાદાના ફોટા પાસે દિપ પ્રાગટય કરી કરવામાં આવેલ.વજુભાઇ વાળાનું રસીકભાઇ બદ્રકિયા તથા કાંતિભાઇ તલસાણિયાએ, પ્રદીપભાઇ ડવનું રસીકભાઇ બદ્રકિયા તથા દિનેશભાઇ ખંભાયતાએ, કમલેશ મ્રિાણીનું વિનયભાઇ તલસાણિયા તથા પ્રદીપભાઇ કરગથરાઅ અમુભાઇ ભારદીયાનું ચાંપાનેરા તથા મુકેશભાઇ વડગામાએ તેમજ રામભાઇ મોકરીયાનું કાંતિભાઇ તલસાણીયા તથા ગોરધનભાઇ ચાંપાનેરાએ સન્માન કર્યુ હતું.
પીચ ઉપર વુજભાઇ વાળાએ બોલીંગ અને રસીકભાઇ, કમલેશભાઇ મિરાણીએ બેટીંગ કરી અને વિનયભાઇ તલસાણિયાએ બોલીંગ કરી મેચનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ઉદઘાટન બાદ પ્રથમ મેચમાં ટોસ જીતી બ્લેક ઇલેવને બેટીંગ પસંદ કર્યુ હતું અને કૃષ્ણ ઇલેવને ફિલ્ડીંગ કરી હતી.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં મેયર પ્રદીપભાઇ ડવે જણાવ્યું હતું કે જ્ઞાતિનો આ ઉમદા વિચાર છે. આ રમતથી ખેલાડીઓ પ્રોત્સાહીત થશે અને સમાજ સંગઠીત થશે.
વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે જ્ઞાતિના આયોજનને ખુબ ખુબ અભિનંદન જ્ઞાતિના સંગઠીત મીટીંગ કરવાથી નથી થતી. આ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે મુખ્ય મહેમાનો ઉપરાંત હસમુખભાઇ ગજજર, અમદાવાદ, ધર્મેન્દ્રભાઇ ખંભાયતા અમદાવાદ, ભૂતપૂર્વ ક્રિકેટરો અનિલભાઇ ઠકરાર, રાજુભાઇ બદીયાણી, સત્યજીતસિહ જાડેજા, રીબડા, અમદાવાદના પરેશભાઇ સુથાર, રાજેશભાઇ પંચાસરા, હિરેનભાઇ એસ. વિરમગામા, નરેન્દ્રભાઇ એમ. અડીયેચા, તેમજ વિશ્ર્વકર્મા કેળવણી મંડળ પ્રગતિ મંડળ સખી વૃદ સર્વિસ ગ્રુપ વિશ્ર્વકર્મા ધુન મંડળ સહીતની સંસ્થાઓના હોદેદારો ઉ5સ્થિત રહ્યા હતા.