વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ અને અન્ય સંતોએ રીબીન કાપી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો 27 ઓક્ટોબર નારોજ પહેલા દિવસ થી જ મોટી સંખ્યામાં હરિભક્તનો ઘોડાપુર ઉમટી પડ્યુ હતું 9 દિવસ સુધી ચાલતી કથાનો આજે 7 મો દિવસ છે. અલગ અલગ પ્રદશન હરિભક્તો નિહાળી મહોત્સવનો આનંદ લઈ રહ્યા છે
હું ગઢડાનો અને ગઢડા મારું આ સૂત્ર આપ્યું હતું ભગવાન સ્વામિનારાયને જેઓ 29 વર્ષ સુધી ગઢડામાં રહ્યા હતા અને પોતાની કર્મ ભુમી બનાવેલ છે , અને 262 વચનામૃત માંથી 184 ગઢડા ખાતે લખવામાં આવેલ. જેને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના ભાગ રૂપે ગઢડા ગોપીનાથીજી સ્વામિનારાયણ મંદિર દ્વારા 27 ઓક્ટોમ્બર ના રોજ 4 નવેમ્બર સુધી વચનામૂર્ત દ્વિશતાબ્દી મહોત્સવનોની ઉજવણીના ભાગ રૂપે આજે 7મો દિવસ છે. વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રકાશ મહારાજજીના હસ્તે મહોત્સવ ખુલો મુકવામાં આવેલ હતો.અને રોજ હજારોની સંખ્યામાં હરિભક્તો અહીં આવી કથાનું રસપાન કરી રહ્યા છે.
ગઢડા ગોપીનાથીજી મદિર ખાતેથી આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ તેમજ અન્ય સંતો અને હજારો હરિભક્તો નીહાજરીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ જે લક્ષ્મી વાડી ખાતે પોહચી હતી અને સંતોના હસ્તે રીબીન કાપી મહોત્સવ ખુલો મુકવામાં આવેલ હતો.આગામી 4 નવેમ્બર સુધી મહોત્સવ યોજાશે.જેમાં રોજ અલગ અલગ સંતો દ્રારા અહીંયા કથા નું રસપાન કરાવવામાં આવ્યું.જેમાં રોજના 1 લાખ થી 1.50 લાખ હરિભક્તો લાભ લઈ રહ્યા છે.રસોઈ વિભાગની ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ અલગ અલગ પ્રદશન અહીંયા સ્વામિનારાયણ ભગવાનના મૂકવામાં આવેલ છે.જે નિહાળી ભક્તો માં આનંદ જોવા મળી રહ્યો છે.