ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર
સમગ્ર રાજ્યમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતિ (જઙગઋ) માટે ગત વર્ષે ખેડુતો અને અધિકારીઓને વડતાલ મુકામે આ કાર્ય પધ્ધતિના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકરની ઉપસ્થિતીમાં તાલીમ બધ્ધ કરી, ખેડુતો મોટા પાયે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે અંગે કામગીરી કરવામાં આવી હતી.
આ અંગે જૂનાગઢના સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણના જણાવ્યા અનુસાર જૂનાગઢ વિભાગમાં દેશી ગાય, ગીર ગાય ધરાવતા તમામ ખેડુતોને ગૈા આધારીત પ્રાકૃતિક ખેતી તરફ લઇ જવા માટે ત્રીજા તબક્કાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તા.૧૨ ના રોજ વંદે ગુજરાત ચેનલ ઉપર ખેડુતોને ગામનાં સરપંચ, પંચાયતનાં સદસ્ય તેમજ આ કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓનું માર્ગદર્શન કરવાનાં છે. આ અંગેની વ્યવસ્થા ઈ-ગ્રામની સગવડ ધરાવતી તમામ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમ નિહાળવા સર્વે ખેડુતો, ગૈા સેવા પ્રેમીઓ અને નાગરિકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
ત્રીજા તબક્કામાં દરેક જિલ્લામાં દેશી ગાય ધરાવતા તમામ ખેડુતોને સામેલ કરી પ્રાકૃતિક ખેતી કરતા થાય તેમજ ગૈાશાળાઓ અને પાંજરાપોળનું સંચાલન કરતી સંસ્થાઓ પણ આ વિષયમાં નેતૃત્વ કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ખેડુતોને પ્રાકૃતિક ખેતી થકી દેશી ગાયનાં ગૈ મુત્ર માંથી બીજામૃત જીવામૃત અને પાક સંરક્ષણ માટેનાં અર્ક વિગેરે ખેડુતો પોતાનાં ખેતર ઉપર જ તૈયાર કરે અને ખેત સામગ્રી અને ઈનપુટ્સ માટે પોતાનાં ખેતર ઉપર તૈયાર કરી, આત્મનિર્ભર બને તે માટે આયોજન કરવામાં આવી રહ્યુ હોવાનુ સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં વધુમાં જણાવાયુ છે.