- ઇન્ડોનેશીયા, સિંગાપુર, મલેશિયા, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ફીજી, ગુયાના, મોરેશિયસ અને ત્રિનિદાદ જેવા દેશોમાં ભારતીય વસ્તુ વધુ હોવાથી અહીં પણ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે
- હિંદુ દેવતાઓમાં સૌથી જાણીતા અને સૌથી પુજાતા દેવતાઓમાં ગણેજી પ્રથમેશ્ર્વર છે: ગણેશ પ્રત્યેની ભકિત જૈનો, બૌઘ્ધો સાથે નેપાળ, બોઘ્ધો સાથે નેપાળ, થાઇલેન્ડ અને શ્રીલંકામાં પણ ફેલાયેલી છે
આજથી સમગ્ર દેશ અને વિદેશોમાં વિધીકર્તા ગણેશજીનાં દશ દિવસના ઉત્સવની પ્રારંભ થઇ રહ્યો છે. મૂળ મહારાષ્ટ્રિય તહેવાર છેલ્લા બે દશકાથી આપણા ગુજરાતમાં પણ રંગ ચંગે ઉજવાય છે. ભકતજનો જાહેર ચોક વિશાળ ગણપતિના મૂર્તિનું સ્થાપન કરીને દરરોજ વિવિધ ઉત્સવ સાથે ભકિત ભાવમાં જોડાય છે. ત્યારે હવે ઘણા ભકતજનો પોતાના ઘરેપણ ગણપતિ સ્થાપન કરે છે. જેમાં બે ચાર પાંચ કે દશ દિવસ આ સ્થાપન રાખવામાં આવે છે. બાલ ગણેશા જેવી ફિલ્મો અને આવા ઉતસવમાં મોટેરા સાથે બાળકો પણ ઉત્સાહ, ઉમંગથી જોડાય છે. આજકાલ તો શાળાઓ પણ સ્કુલમાં જ ગણેશ સ્થાપન કરતાં જોવા મળે છે. ગામ કે શહેરોમાં ઉજવાતા વિવિધ ગણેશોત્સવમાં વિવિધ મનોરંજન કાર્યક્રમો સાથે બાળકો માટે વિવિધ સ્પર્ધા પણ રાખવામાં આવે છે.
હિંદુદેવતાઓમાં સૌથી જાણીતા અને સૌથી પુજાતા દેવતાઓમાં ગણેશજી સૌથી મોખરે છે. તેથી જ તેને પ્રથમેશ્ર્વર કહેવાય છે. ગણેશજીની ભકત જૈનો, બૌઘ્ધો સાથે નેપાળ, થાઇલેન્ડ અને શ્રીલકાં જેવા દેશોમાં પણ જોવા મળે છે જે દેશોમાં ભારતીયોની વસ્તી વધુ છે એવા ઇન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ફીજી, ગુયાના, મોરેશિયલ અને ત્રિનિદાદ જેવા દેશોમાં પણ આપણી જેમ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ગણેશજીની ઘણી બધી વાતો આપણાં વેદો પૂરાણો અને પ્રાચિન ગ્રંથોમાં જોવા મળે છે.
1982માં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ માટે લોકમાન્ય તિલકે સૌ પ્રથમવાર ગણેશ ઉત્સવની શરુઆત કરી હતી, જો કે એ પહેલા 1878માં
ગુજરાતના પાટણ શહેરમાં વસતા મહારાષ્ટ્રીય પરિવારોએ ગણેશ ઉત્સવ ઉજવવાની શરુઆત કરી હતી જેનો પુરાવો હાલમાં સરકારી ગેઝેટમાં પણ જોવા મળે છે. ગણેશ ચર્તુથીના શુભ દિવસે તેમનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશજીના 108 નામો પ્રચલિત છે જે પૈકી સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિધીહર્તાા, વિનાયક, ધૂમકેતુ, ગણાઘ્યથી, ભાલચંદ્ર અને ગજાનન જેવા બાર નામ મુખ્ય ગણાય છે. વેદકાળથી ગણપતિજીનું પુજન થાય છે. વેદ મંત્રોમાં પણ તેમના નામનો ઉલ્લેખ જોવા મળે છે. ગણપતિ બુઘ્ધિ, કલા અને વિજ્ઞાન, લેખનના દેવ ગણાય છે.
આજે તો પર્યાવરણના રક્ષણ માટે હવે ઇકો ફ્રેન્ડલી માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે જેનું સમાપન ઘરે જ લોકો કરતા હોય છે. પહેલા તો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ આવતી હોવાથી તે તળાવમા: પધરાવતા પર્યાવરણ બગડયું હવે આ બાબતે લોકોમાં જાગૃતિ આવતા લગભગ બધા માટીમાંથગી મૂર્તિ બનાવે છે. મૂર્તિ બનાવવા માટે વિવિધ તાલિમ અને વર્કશોપ પણ થાય છે. જેમાં બાળથી મોટેરા નિષ્ણાતોના બતાવ્યા મુજબ મૂર્તિ બનાવે છે.
આજથી શરૂ થયેલ ગણેશોત્સવ 9મી સપ્ટેમ્બર સુધી ચાલશે ગણેશ ઉત્સવ એક એવી પરંપરા છે જે દર વર્ષે આવે છે, પુજાય છે અને વિસર્જન કરીને પાછા જાય છે. બધા દેવ-દેવતાઓમાં પ્રથમ પૂજનિય ગણપતિ દાદાનું મહત્વ અનેરું છે. આ ગણેશોત્સવ દરમ્યાન તો ચારે કો મંડપ, લાઇટીંગ, શણગારથી વાતાવરણ ધર્મમય બની જાય છે. શાસ્ત્રોમાં લખાયા મુજબ ગણપતિના જન્મ વિશેની વાતમાં પાર્વતીજી ને રાજી રાખવા શિવજીઓ પોતાના પુત્રના ઘડ ઉપર હાથીનુ મસ્તક ચોટાડીને ગણેશજીને ફરી સજીવન કર્યા હતા.
ભારતીય તત્વ જ્ઞાનનો એક પાયો છે કે મનુષ્યનું શરીર પંચ મહાભૂતમાંથી બન્યું છે અને પંચ્ મહાભૂતમાં ભળી જવાનું છે અર્થાત મનુષ્ય માટીમાંથી બન્યો ને માટીમાં જ ભળી જવાનો છે. આ વિચાર ગણેશોત્સવમાં સાકાર થાય છે. શિલ્પીઓ માટીમાંથી મૂર્તિ બનાવે, લોકો એમાં પરમાત્માનું સ્વરુપ નિરખીને પુજન અર્ચન કરે અને છેલ્લે દિવસે પાણીમાં એનું વિસર્જન કરે છે. જેથી માટી ફરી માટીમાં ભળી જાય છે તેથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો મહિમા વધવા લાગ્યો છે. ગણેશ પુજન પરંપરા બે હજાર વર્ષ જુની છે. ઘણા પરિવારોમાં ચોખાના લોટમાંથી ગણપતિ બનાવાય છે. શકયના બને ત્યાં ગણપતિની છબીની પુજા જાય છે.
ગણપતિ દેવોના સેનાપતિ છે. અને પ્રથમ પુજનીય છે, કોઇપણ શુભકાર્યના આરંભે તેની પુજા થાય છે. શિવજીના વરદાન મુજબ પુરાણકાળથી મંગલ કાર્ય પહેલા વિઘ્નહર્તાની પુજા થાય છે. મહાભારત કાળથી ગણપતિની પુજા થતી રહી છે, પરંતુ શાસ્ત્રોના જાણકારો મુજબ ગણેશજી ટ્રવિડિયન દેવ છે. એવો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં જોવા મળે છે. સારા કાર્યમાં કોઇ વિઘ્ન ન આવે તેથી સૌ પ્રથમ ગણેશનું સ્થાપન કરે છે.
ગણપતિને દુર્વા નામની ઘાસ જેવી વનસ્પતિ ચઢાવાય છે. એ જ રીતે જાસવંતીના ફુલ પણ ચડાવાય છે. તેમને મોદક બહ પ્રિય હોવાથી લાડવાનો પ્રસાદ મુખય હોય છે. પરંપરા વૈજ્ઞાનિક કારણમાં દુર્વા વૃઘ્ધિ વિકાસનું પ્રતિક છે. તે ઘણી સમસ્યામાં અકસિર ઇલાજ પણ છે, ગર્ભાશયના રોગોમાં દુર્વાનો વિવિધ સ્વરુપો ને અપાય છે. પ્રાચિન કાળના ઋષિ મુનિઓ જે તે વનસ્પતિને દેવોના વિવિધ સ્વરુપો સાથે જોડી દેતા હતા. જેમ કે મહાદેવને બિલીપત્ર, વિષ્ણુને તુલસી, ગજાનનને ચડાવવામા આવતા જાસવંતીના લાલફૂલ કસુવાવડ દરમ્યાન વધુ રકતસ્ત્રાવનો અટકાવે છે.
સાત પૃથ્વીલોક, સાત સ્વર્ગલોક, સાત નરક લોક એમ કુલ ર1 લોકનું વર્ણન પુરાણોમાં જોવા મળતું હોવાથી ગણપતિને ધરાવવામાં આવતા ફૂલો કે મિષ્ટાન (મોદક) ર1ની સંખ્યામાં હોય છે. મહારાષ્ટ્રમાં ગણપતિના ર4 અવતાર હોવાની માન્યતાઓ છે, એમાં શિવ-પાર્વતીની પુત્ર ગણેશ અને અદિતિ કશ્યપના પુત્ર વિનાયક એ બે અવતાર મહત્વના છે. રિઘ્ધી-સિઘ્ધી ગણપતિની પત્નીઓ ગણાય છે. ગણપતિની પુજા પછી માતા પાર્વની માતાની પુજાની પરંપરા છે. જે આજે પણ આપણે નિભાવી એ છીએ જેમાં ગણપતિની પુજા સાથે માતા-પિતા શંકર-પાર્વતીની પુજા કરી એ છીએ. ગણપતિ સમક્ષ મુકાતું શ્રીફળ એ શિવજીનું અને ગૌરી મુખએ માતા પાર્વતી છે. દક્ષિણ ભારતમાં ગણપતિની કાર્તિકિય કે કાર્તિક સ્વામી તરીકે પુજા થાય છે. ગણેશીજીના ઉત્સવમાં પ્રારંભે સ્થાપનામાં અને છેલ્લે વિસર્જનમાં ભકતજનોનો અનેરો ઉત્સાહ જોવા મળે છે.
વેદકાળથી ગણપતિજીનું પુજન થાય છે
લંબોદર અને વિઘ્નેશ્ર્વરાય જેવા વિવિધ નામોથી ઓળખાતા શિવપુત્ર ભગવાન ગણેશના સમગ્ર દેશમાં કરોડો ભકતજનો છે. વેદકાળથી ગણપતિજી પુજાતા આવ્યા છે. ‘ગણનામ ત્વં ગણપતિ ગુંહવામહે’ તેવો વેદમંત્ર તે વાતની સાક્ષી પુરે છે, અનેક પુરાણોમાં પણ ગણેશજીનો ઉલ્લેખ જોવા મળે છે. ‘ગણેશ’ અને ‘મુદગલ પુરાણ’ તેના મુખ્ય પુરાણ છે., આમાં મુદગલ પુરાણમાં ગણેશજીના આઠ અવતાર મનાય છે. જો કે હવે વિવિધ અવતાર ના જુદા જુદા નામો એક સાથે દર્શવાય છે.
ભગવાન ગણેશજીના 108 નામ
ગણેશ ચતુર્થીના શુભ દિવસે ગણેશ ભગવાનનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં કોઇ શુભ કાર્યને નિર્વિદને પૂર્ણ કરવા સૌ પ્રથમ ગણેશજીની વંદના કરાય છે. ગણેશજીના કુલ 108 જુદા જુદા નામ ગણાવાય છે, પરંતુ તેમાંથી તેના 1ર નામ મુખ્ય ગણાય છે. આ બાર નામોમાં સુખુમ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિદન હર્તા, વિનાયક, ધુમ્રકેતુ, ગણાદયક્ષ, ભાલંચદ અને ગજાનનનો સમાવેશ થાય છે. ગૌરી માતાના પુત્ર હોવાથી તેને ગૌરી સુત પણ કહેવાય છે. ગણેશજીની વાંકી સુઢ વાળા હોવાથી વક્રતુંડક કહેવાય છે.
ગણપતિ બુઘ્ધિ, કલા અને વિજ્ઞાન લેખનના દેવ
મહર્ષિ વેદ વ્યાસજીએ રચેલા મહાભારતનું લેખન કાર્ય શ્રી ગણેશજી કરેલ હતું. પ્રારંભથી ગણપતિ બુઘ્ધિ, કલા અને વિજ્ઞાન લેખનના દેવ કહેવાયા છે. ગણેશજીની સહસ્ત્ર નામાવલીમા તેમને માટે ‘બુઘ્ધિ પ્રિયાય’ નામ પણ વપરાય છે. ગણેશજી જાતે જ શુભ કરનારા દેવ ગણાય છે. અને દરેક પ્રકારના વિઘ્નો દુર કરવાના તેમના સામર્થ્યને કારણે કોઇપણ કાર્યના શુભારંભે પ્રથમ તેમની પુજા થાય છે. ગુપ્ત સામ્રાજયના સમયથી ગણપતિને પંચાયતન, શિવ, વિષ્ણુ દુર્ગા, સૂર્ય ને ગણેશમાં સ્થાન મળ્યું છે.
1892માં સૌ પ્રથમ લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી
એક જમાનામાં ગણેશ ઉત્સવએ મહારાષ્ટ્રીયન પરિવારોનો અનોખો ઉત્સવ હતો જે આજે સમગ્ર ફેશનો લોકઉત્સવ બની ગયો છે. 1892માં સૌ પ્રથમ સ્વાતંત્રય સંગ્રામની ચળવળ માટે ગણેશ ઉત્સવની શરુઆત લોકમાન્ય તિલકે કરી હતી. જો કે પાટણમાં વસતા મહારાષ્ટ્રીય પરિવારોએ તિલક પહેલા જ ગણેશ ઉત્સવની શરુઆત 1878માં કરી હતી જેના પુરાવા હાલમાં સહકારી ગેઝેટમાં પણ જોવા મળે છે.