બાળકોમાં રહેલી અભિવ્યકિતને ખીલવવા પ્લેટફોર્મ પૂરૂ પાડવા આયોજન
આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ગાંધીજીના જીવન પરની વિવિધ દૂર્લભ ટપાલ ટિકિટો બે દિવસ નિહાળી શકાશે
શહેરનાં આંગણે અલભ્ય ગાંધી ટિકિટ સંગ્રહ પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે. ગાંધી નિર્વાણ દિને જ ‘અહિંસાપેક્ષ-2021’નામનું આ અલભ્ય ટિકિટ સંગ્રહનું પ્રદર્શન બે દિવસ ચાલશે. ગાંધી નિર્વાણ દિન અંતર્ગત શહેરના ગૌરવ સમા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા અને લિમ્કા બૂક રેકોર્ડ ધરાવતું પોસ્ટલ સ્ટેમ્પ કલેકશન કે જેને વ્યવસ્થિત રજૂઆત કે ગોઠવણીથી પ્રભાવિત થઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શહેરનું નામ રોશન કર્યું છે.
શહેરનાં બાળકોમાં રહેલી અભિવ્યકિતને ખીલવવા માયે યોગ્ય પ્લેટફોર્મ પૂરૂ પાડવા માટે રાજકોટ ફિલાટેલીક સોસાયટી, બાલભવન અને ભારત સેવક સમાજ દ્વારા સંયુકત રીતે આયોજીત અહિંસાપેક્ષ 2021 નામક ગાંધી પોસ્ટલ ટિકિટોનું પ્રદર્શન તથા ફિલાટેલીક વોર્કશોપનો પ્રારંભ થયો છે.
તા.30 થી તા.31 દરમિયાન બાલભવન સ્થિત મનુભાઈ વોરા ઈન્ડોર હોલ, નહેરૂ ઉધાન, બાલભવન, રાજકોટ ખાતે આ આયોજન કરવામાં આવેલુ છે. પ્રદર્શનમાં ઈ.સ. 1851થી લઈને આજ સુધીની તમામ અલભ્ય ગાંધી પોસ્ટલ ટિકિટ કલેકશન નિહાળી શકાશે. કોઈપણ વ્યકિત પોતાના ફોટાવાળી પોસ્ટલ ટિકિટ છપાવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીજીના નૃત્યની ક્ષણોની ય ટિકિટ
દેશને આઝાદી અપાવનાર પૂ. ગાંધીજી મોટાભાગે ધીર ગંભીર જ જોવા મળ્યા હોય છે તેમના આનંદની પળોના ફોટો જોવા મળતાક નથી. ગાંધીજી મોજમાં હોય અને નૃત્ય કરતા હોય એવી તસ્વીર સાથેની એક દુર્લજી ટપાલ ટિકિટ પણ આ પ્રદર્શનમાં ટપાલ ટિકિટ રસીકોને જોવા મળશે.
સ્પેલીંગ ભૂલવાળી વિદેશી ટપાલ ટિકિટ પણ પ્રદર્શનમાં
1972માં વિદેશમાં બહાર પાડેલી એક ટપાલ ટિકિટ સ્પેલીંગ ભૂલવાળી પ્રસિધ્ધ થઈ હતી આ ટપાલ ટિકિટ અંગે ભારતે કોઈ વાંધો કે સુચન કર્યું નહોય હવે ભૂલભરેલી ટપાલ ટિકિટ હજુ પણ ચાલુ હોવાનું પ્રદર્શનના આયોજકોએ જણાવ્યું હતુ.
રાજકોટમાં બહાર પડેલી ટિકિટ પણ જોવા મળશે
પૂ. ગાંધીજી પર રાજકોટમાં પણ એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી આ ટપાલ ટિકિટ પણ પ્રદર્શનમાં દર્શકોને નિહાળવા મળશે.
ગાંધીજીની સાયકલ સવારીની પણ ટપાલ ટિકિટ
સાયકલ ચલાવવાથી આરોગ્ય જળવાઈ રહે છે. શરીર ચુસ્ત અને સ્ફૂર્તિલુ રહે છે ગાંધીજી પણ સાયકલ ચલાવતા હોય તેવી ફોટોવાળા પણ એક દૂર્લભ ટિકિટ આ પ્રદર્શનમાં જોવા મળી શકે છે.