રાષ્ટ્રકથા શિબીરમાં રાજનીતિજ્ઞો, અર્થશાસ્ત્રીઓ, ન્યાયવિદો, સમાજશાસ્ત્રી, પર્યાવરણવિદો, શિણશાસ્ત્રીઓ સહિતના રાષ્ટ્રીય સ્તરના બૌદ્ધિકો શિબીરાર્થીઓને માર્ગદર્શન આપવા પધારશે
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી દ્વારા તા. 11 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રકથા શિબીરનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ રાજયોના 13000 જેટલા યુવાન-યુવતીઓ જોડાશે શિબીરાર્થીઓના સુવિધા અને સલામતીભરી રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા છેલ્લા બે મહિનામાં અત્રે રૂા. 20 કરોડના ખર્ચે 160 પાકા ડોમ નિર્માણ કરાયા છે.
23મી રાષ્ટ્રકથા શિબિરના આયોજન અંગે સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે કોરોા જેવી મહામારીએ દુનિયાભરના લોકોે એ વાત શીખવી છે કે કોઇપણ વ્યક્તિ માટે આરોગ્યનું સુખ સર્વશ્રેષ્ઠ છે. પૈસા, પદ અને પ્રતિષ્ઠાનું સ્થાન પણ નિરામય આરોગ્ય પાસે ઘણું ઝાંખું છે. રાષ્ટ્રકથા શિબિર યુવાનોા શારીરિક ઘડતરમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યોગ, વ્યાયામ, આસન ઉપરાંત વૈદિક દિનચર્યાથી શરીર અને મનને કઇ રીતે સ્વસ્થ રાખી શકાય છે ? તેું શિણ તજજ્ઞો દ્વારા આપવામાં આવે છે.
શિબિરમાં દેશની સુરક્ષા જેમના શિરે છે એવી લશ્કરની ત્રણેય પાંખો ભૂમિદળ, હવાઇદળ અને નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા શારીરિક મજબૂતી જાળવવા સાથે રાષ્ટ્ર પ્રત્યેી ફરજ નિભાવવાનું પ્રશિણ આપવામાં આવેછે જે સ્કૂલ, કોલેજો કે અન્ય મહાવિદ્યાલયોમાં મળવું મુશ્કેલ છે. આ ઉપરાંત સરહદ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા તૈનાત કરવામાં આવતા લશ્કરની ટેન્ક સહિતના શસ્ત્ર સરંજામના સાધનોી વિશાળ પ્રદર્શી ગોઠવવામાં આવે છે.રાષ્ટ્રકથા શિબિરમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના તમામ રાજ્યોી સંસ્કૃતિનું દર્શ થાય છે. જુદા-જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યુવા ભાઇ-બહેો અહીં આવે છે. આ વર્ષ અંદાજ 13 હજાર યુવક-યુવતીઓા ઘડતરની શિબિર યોજાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, બિહાર, પશ્ર્ચિમ બંગાળથી માંડીને દિલ્હી, મુંબઇ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ મળી 28 રાજ્યોાં યુવાનો શિબિરમાં ભાગ લેશે.
રાજકોટ જિલ્લાની પુણ્યશાળી પ્રાંસલાની ભૂમિ ઉપર આયોજિત આ રાષ્ટ્રકથા શિબિરમાં દેશભરના શિબીરાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વહેલી સવારે ચાર વાગ્યાથી શિબિરાર્થીઓી દિનચર્યા શરૂ થશે. જેમાં શારીરિક અંગ કસરતોથી માંડીને બૌદ્ધિક પરિચર્યા, પરિસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિજ્ઞાનની આધુનિક શોધોથી તેમજ સુરક્ષાના આધુનિક સાધનોથી પરિચિત કરવા પ્રદર્શી પણ યોજવામાં આવશે.
શિબીરની તારીખ જાહેર થઇ ગઇ હોય યુધ્ધના ધોરણે આરંભાયેલ આ કામગીરીમાં પ્રતિદિન 800 થી 1000 જેટલા મજુર અને કડિયા લાગ્યા હતા. આશરે દિવાલના ચણતર કાર્યમાં 7 લાખ બેલા, 1 લાખ સીમેન્ટની ગુણીનો વપરાશ,ભોંયતળીયે આશરે એક લાખ ફુટથી અધિક ટાઇલ્સ લગાવવમાં આવી છે જયારે છતમાં અધતન સ્ટીલના પતરા આ નિર્માણ કાર્યમાં થયો છે. આ ઉપરાંત પ્રત્યેક ડોમમાં બારી-દરવાજા, ઇલેકટ્રીસીટીની વ્યવસ્થા સાથે 1400 જેટલા પાકા બાથરૂમ અને જાજરૂ બનાવીને શિબીરાર્થી ભાઇ-બહેનોની માત્ર સલામતી જ નહીં પરંતુ સુવિધાની પણ દરકાર લેવામાં આવી છે. આંતરિક પાકા રસ્તા સહિત સમગ્ર પરિસર પર નજર કરીએ તો એક ગામ નિર્માણ કર્યા જેવું નજરે પડે છે. પણ આ તમામ વ્યવસ્થા માત્ર બે મહિનામાં અને અંદાજિત 20 કરોડ રૂા. ના ખર્ચે સાકાર કરવામાં આવેલ છે.
શિબીરનો નિત્યક્રમ
- સવારે 4:00 વાગ્યે ઉત્થાન
- સવારે 4:30 થી 5:30 યોગા
- સવારે 6:00 થી 7:30 સૈનિક શિક્ષા, જુડો, કરાટે, માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, શુટીંગ એન્ડ હોર્સ રાઇડીંગ
- સવારે 8:00 થી 9:00 બ્રેકફાસ્ટ
- સવારે 10:00થી 12:30 મહાનુભાવોા પ્રવચન, માર્ગદર્શન
- બપોરે 12:30 થી 2:30 બપોરનું બોજન અને આરામ
- બપોરે 2:30 થી 5:00 મહાનુભાવોું બીજું પ્રવચન સત્ર
- સાંજે 5:30 થી 7:30 કાયદા, શિણ, અર્થશાસ્ત્ર, સુરક્ષાના અભ્યાસલક્ષી વર્ગ, તજજ્ઞો સાથે ગોષ્ઠી, પ્રશ્ર્નોત્તરી
- સાંજે 7:30 થી 8:30 રાત્રી ભોજન
- રાત્રે 8:30 થી 10 -00 સાંસ્કૃતિક કાર્યક્રમ