આયંબિલ ઓળી નિમિતે મહારાજ સાહેબ તેમજ મહાસતીજીની પધરામણી
ચૈત્રીમાસનો પ્રારંભ થતા ચૈત્ર માસની સાસ્વત આયંબિલ ઓળીની આરાધના કરવામાં આવે છે.વિવિધ જૈન સંઘમાં આયંબીલ ઓળીને લઈને જુદા જુદા આયોજન કરવામાં આવે છે.જૈન સંઘમાં ચૈત્રીમાસ ઓળીને બધા સંઘમાં મહાસતીજી પધારેલ છે. આયબીલ ઓળીમાં માત્રને માત્ર ગરમપાણીઅને બાફેલા અને સ્વાદહિન ખોરાક લેવાનો હોય છે. ભાવોનાં બાંધેલા કર્મ આતપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.સળંગ નવ દિવસનું આ તપ થઈ શકે તો શ્રેષ્ઠ છે.
ત્યારે શાલીભદ્ર સરદારનગર સ્થા. જૈન સંઘમાં ચૈત્ર માસની શાશ્વતિ આયંબિલ ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈનો આસ્થા-ઉલ્લાસપૂર્વક આયંબિલ તપ કરશે. આ આયંબીલ તપમાં નવ દિવસમાં ફકત એક જ વખત સ્વાદ વગરના આહાર કરવાનો હોય છે. તથા ઉકાળેલ અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે.આયંબિલ ની ઓળી દરમ્યાન વ્યાખ્યાન, વાંચપી જાપ, પ્રતિક્રમણ સહિતના અનેક આયોજન કરવામાં આવે છે. જૈન દર્શનના ચૈત્રીય આયંબિલ ઓળીનું અનેરુ મહત્વ રહેલું છે.
અનાદિકાળથી આયંબિલ તપનું મહત્વ વિશેષ રહેલું છે.વિવિધ જૈન સંઘમાં સાઘ્વી અને સાધુની પધરામણી કરશે. શાલીભદ્ર સરદારનગર સ્થા. જૈન સંઘમાં બિરાજિત સદાનંદી પૂ. સુમતિબાઈ મ. સ., પૂ. સ્મિતાબાઈ મ. સ., ડો. પૂ. અમિતાબાઈ મ. સ. , ડો. પૂ. સુજીતાબાઈ મ. સ., પૂ. અંજલિબાઈ મ. સ., પૂ. સંજીતાબાઈ મ. સ. આયંબિલની આરાધના કરાવે છે. આયંબીલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના આયંબિલએ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે.
આયંબિલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના: પૂ.સુમતિબાઈ મ.સ.
પૂ. સુમતિબાઈ મ. સ. અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે આયંબિલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે.નવ દિવસની આ આરાધનાને આયંબિલની ઓળી’ કહેવાય છે. આહાર સંજ્ઞા પર જે વિજય મેળવી શકે છે તે એક ને એક દિવસ અનાહારક પદને એટલે કે મોક્ષને પામે છે.
નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં તપસ્વીઓનું બહુમાન કરાશે
સંઘના સદભાગ્યે ગુરૂણીમૈયા શાસન ચંદ્રિકા બા.બ્ર. પૂ. હિરાબાઈ મહાસતીજીના સુશિષ્યા ગુરૂણી બા.બ્ર. પૂ. જયોતિબાઈ મહાસતીજી બા.બ્ર. પૂ.જશુબાઈ મહાસતીજી તથા બા.બ્ર. પૂ. ઉષાબાઈ મહાસતીજી તપસ્વી રત્ના પ્રવચન પ્રભાવિકા બા.બ્ર. પૂ. સ્મીતાબાઈ મહાસતીજી, આદીઠાણા 4 ચૈત્ર માસની આયંબિલની ઓળી નિમિતે આપણા ઉપાશ્રયે પધારેલ છે.આજથી આયંબિલની ઓળી શરૂ થઈ રહેલ હોય સંઘના દરેક શ્રાવક-શ્રાવિકા ભાઈ બહેનો પહેલી આયંબિલ કરવાના ભાવ રાખવા વિનંતી છે.શાસન ચંદ્રિકા પૂ. હિરાબાઈ મહાસતીજીની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કાલે મહાન લાભ આપણા સંઘને મળેલ છે.સંગના દરેક શ્રાવક-શ્રાવિકાનેવિનંતી છે કે 29.3 બુધવારના રોજ આપણે સંઘમાં આયંબિલનું સ્વામી વાત્સલ્ય રાખીએ અને સાંજે પ્રતિક્રમણ બહોળી સંખ્યામાં સંઘના દરેક સભ્યો કરે અને પૂ.હિરાબાઈ મહાસતીજીના ગુણોને વંદન કરીએ. ઓળી કરનાર તપસ્વીઓનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે.
પાવનધામ-કાંદિવલીના આંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે અનોખી પ્રસ્તુતિ
રાષ્ટ્રસંત પરમ ગૂરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંતો એવમ પૂ. વીરમતીબાઈ મહાસતીજી આદિ સાધ્વીવૃંદના સાંનિધ્યે પાવનધામ કાંદિવલીના આંગણે આયંબિલ ઓળી પર્વના ઉપલક્ષે 28મી માર્ચથી 6 એપ્રીલ 2023 દરમિયાન અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જૈન દર્શનમાં જેનું આગવું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવા આયંબિલ ઓળી પર્વ દરમિયાન પરમ સાત્વિક ડિટોકસ યોર માઈન્ડ, બોડી એન્ડ સોલ કાર્યક્રમ અંતર્ગત દરરોજ સવારના 9.30 થી 10.30 કલાક દરમિયાન પર્વલક્ષી પ્રવચન ફરમાવવામાં આવશે. ઉપરાંતમા દરરોજ રાત્રે 8.30 થી 9.30 કલાક દરમિયાન પરમ ગૂરૂદેવના મુખેથી વિશિષ્ટ બોધ પ્રવચન સાથે એમની સાથેના એકસલ્યુઝિવ ટોક શો અંતર્ગત જીવન સાર્થકતાની પ્રેરણા આપવામાં આવશે.
જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘમાં વિવિધ કાર્યક્રમો
જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘમાં ચૈત્રમાસની સાસ્વત આયંબિલ ઓળી આરાધના માટે ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય પૂ. જશાજી સ્વામીના પરિવારના આજ્ઞાનુવર્તી પૂ. ઝવેરબાઇ સ્વામી સમય પ્રભાના સુ શિષ્યા ત્તત્વ ચિંતક બા.બ્ર. પૂ. જ્યોતીબાઇ મ.સ.ના આજ્ઞાનુવર્તી પૂ. મધુબાઇ મ.સ.ના શિષ્યરત્ન તપસ્વી બા. બ્ર. પૂ. વિશાખાબાઇ મ. સ. પધારેલ છે, તો આયંબિલ ઓળી કરવાના જેમના ભાવ હોય તેઓએ પૂ. મહાસતિજી પાસે અથવા કિશોરીબેન કોઠારી પાસે આપનું શુભ નામ લખાવી લેવા વિનંતી. વ્યાખ્યાન તા. 27-03-2023 ને સોમવારથી સવારે 9-30 થી 10-30 છે.
આયંબિલ ઓળીના મુખ્ય દાતા જામનગર નિવાસી પૂ. મહાસતિજીના ભક્ત અ.સો. ચેતનાબેન સુરેશભાઇ શાહ પરિવાર આયંબિલ ઓળીના આયોજન કરવામાં આવેલ છે. અનુષ્ઠાનોના આયોજનમાં પ્રાર્થના સવારે 6-30 થી 7-30, વ્યાખ્યાન સવારે 9-30 થી 10-30, ત્રિરંગી સામાયિક સવારે 9-00 થી 12-00, જાપ : બપોરે 3-30 થી 4-30, પ્રતિક્રમણ : સાંજે 6-45 થી 7-45 રાખવામાં આવેલ છે.