હર્ષદપુરમાં સાંસદપૂનમબેન માડમે કર્યું વૃક્ષારોપણ

વિશ્વભરમા લોકપ્રિયતા મેળવનાર ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન માનનીય  નરેન્દ્રભાઇ મોદીજીનો ૧૭ સપ્ટેબરના જન્મદિવસ છે ત્યારે રાષ્ટ્રભરના આદર્શ સમાન  વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન દ્વારા તારીખ ૧૪ સપ્ટેબર થી ૨૦ સપ્ટેબર સુધી “સેવા સપ્તાહ”ની દેશભરમા ઉજવણી કરવાનુ નક્કી કરી તે અંતર્ગત અનેક વિધ જનસેવા-પ્રકૃતિ સંરક્ષણ-જનઉત્કર્ષ પ્રકલ્પોના આયોજન નિયત કરાયા છે જેના ભાગરૂપે ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય  પૂનમબેન માડમને સંસદના ચોમાસુ સત્રમા તારીખ ૧૪ થી નવીદિલ્હી ખાતે ઉપસ્થિત રહેવાનુ હોવાથી તારીખ ૧૩ થી જ જામનગર જિલ્લામા “સેવા સપ્તાહ”ઉજવણી ના શુભારંભ કરાવવાના ભાગરૂપે  વૃક્ષારોપણ કરાવી સરાહનીય પહેલ કરી છે જે માટે વૃક્ષારોપણ ની તાતી જરૂરિયાત વાળો વિસ્તાર ખાસ પસંદ કરવામાં આવ્યો હતો અને માનનીય વડાપ્રધાન ના રાષ્ટ્રસેવાના સંકલ્પ ને સાકાર કરવા “સેવા સપ્તાહ”ની ઉજવણીના માધ્યમથી ખુબ ઉપયોગી સેવાકાર્યો અને મહત્વના પ્રકલ્પો તબક્કાવાર જન જન ની વચ્ચે જઇ શ્રેષ્ઠ રીતે સાકાર કરવા  માટે પ્રોત્સાહન અને ઉત્સાહ પુરા પાડ્યા હતા.

વડાપ્રધાનના ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ”અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે જામનગર તાલુકાના હર્ષદપુરમાં વૃક્ષારોપણ કરી સંસદસભ્ય પુનમબેન માડમએ  “ગ્રીન ઇન્ડીયા” સાર્થક કરવા સૌ ને આહવાન કરી,  સૌને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવા આગ્રહ કર્યો હતો અને  સેવા સપ્તાહ નો ઉત્સાહભર્યા અને ગૌરવભર્યા માહોલ મા શુભારંભ કરાવતા જનસેવા-પ્રકૃતિ સેવા-જન ઉત્કર્ષ માટેના પ્રેરણારૂપ પ્રકલ્પ સાકાર થયો હતો તેમ ઉપસ્થિત સૌનો પ્રતિભાવ જાણવા મળ્યો હતો.

4

આ તકે “સેવા સપ્તાહ ” શુભારંભમાં જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી  ડો. વિનોદ ભંડેરી-જાડાના પુર્વ ચેરમેન  દિલીપસિંહ ચુડાસમા-પુર્વ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી- તાલુકા ભાજપ પ્રમુખ  મુકુંદભાઇ સભાયા-પ્રવિણભાઇ કટેશીયા- મહેન્દ્રસિંહ  જાડેજા- પ્રવિણભાઇ ચૌહાણ-અજીતસિંહ જાડેજા- કે.કે.નંદા- કેશુભાઇ તાળા-તાલુકા પંચાયત પ્રમુખ  જયુભા જાડેજા-  ભનુભાઇ ચૌહાણ- રાજેશભાઇ પરમાર-જીલ્લા યુવા ભાજપ પ્રમુખ  સુરેશભાઇ વસરા-જિલ્લા પંચાયત ના વિપક્ષ નેતા  હસમુખભાઇ કણઝારીયા- રામજીભાઇ પરમાર-એ.પી.એમ.સી.ડાયરેક્ટર  જમનભાઇ ભંડેરી- બેચરભાઇ લખીયર- પંકજભાઇ જાની-મોખાણા ના સરપંચ  પ્રભાતભાઇ સહિત જિલ્લા ભાજપના હોદેદારઓ, આગેવાનઓ, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામોના સરપંચઓ વગેરે એ હાજર રહી સંસદસભ્ય  પૂનમબેન માડમ દ્વારા “સેવા સપ્તાહ” ના થયેલા  પ્રેરક શુભારંભ માંથી પ્રેરણા માર્ગદર્શન મેળવી ઉત્સાહ સાથે વિવિધ પ્રકલ્પો માટે સજ્જ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.