આશાવર્કર બહેનોએ ઘેર-ઘેર જઈને વૃધ્ધો સહિત વિવિધ રોગના દર્દીઓનાં રેપિડ ટેસ્ટ કર્યા
પ્રાંત અધિકારી, લાઠી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અગ્રણીઓએ ટેસ્ટ સ્થળની મુલાકાત લીધી
દામનગરમાં કોરોના સંક્રમણનાં પગલે જરખીયા પીએસી દ્વારા રેપીડ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આશાવર્કર બહેનોએ ઘેરઘેર જઈને વૃધ્ધો સહિત વિવિધ રોગના દર્દીઓનાં રેપીડ ટેસ્ટ કર્યા હતા. પ્રાંત અધિકારી મણાતભાઈ તાલુકા વિકાસ અધિકારી મકવાણાભાઈ સહિતના અગ્રણીઓ ટેસ્ટ સ્થળની મુલાકાત લીધી હતી.
દામનગર શહેર માં જરખિયા પી એ સી દ્વારા રેપીડ ટેસ્ટ શહેર ના દરેક વિસ્તારો માં આશાવર્કર બહેનો એ ઘેર ઘેર ફરી ને રેપીડ ટેસ્ટ માટે સિનિયર સીટીઝન વૃદ્ધ ડાયાબિટીસ બી પી સહિત ના પેશન્ટ હોય તેવી દરેક વ્યક્તિ ઓ ને કોવિડ ૧૯ ના ટેસ્ટ માટે સમજ આપી ટેસ્ટ કરાવી લેવા શહેર ના દરેક વિસ્તારો માં રેપીડ ટેસ્ટ અભિયાન શરૂ આશાવર્કર બહેનો દ્વારા ઘેર ઘેર ફરી વર્દ્ધો ડાયાબિટીસ બી.પી . ના પેશન્ટ માટે રેપીડ ટેસ્ટ માં સમગ્ર શહેર ના દરેક વિસ્તારબને આવરી લેવાશે રેપીડ ટેસ્ટ સ્થળ ની મુલાકાતે પ્રાંત અધિકારી શ્રી લાઠી મામલતદાર શ્રી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી મકવાણા મેડિકલ ઓફિસર પાર્થ ચાંવ જરખિયા પી એ સી ના પ્રિયકાંતભાઈ ભટ્ટી સુપરવાઈઝર હંસાબેન હાજડા લેબટેક્નિશયલ હિનાબેન સખીયા રાવતભાઈ ગાંથીયા રણજીતભાઈ વેગડા સહિત શહેર ના આશાવર્કર બહેનોના સંકલન થી શહેર ના દરેક વિસ્તારો માં રેપીડ ટેસ્ટ શરૂ કરાયું હતું ૭૫ થી વધુ રેપીડ ટેસ્ટ કરાયા હતા જેમાં એક સસ્પેકટેડ કેસ જણાતા અમરેલી ખસેડવામાં આવ્યા હતાં.