પરીક્ષા 6 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે: 9 ફેબ્રુઆરીથી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે
રાજ્યની સ્કૂલોમાં આજથી ધો.9 થી 12ની પ્રિલિમ-દ્વિતીય પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 27 જાન્યુઆરીથી આ પરીક્ષા શરૂ કરવામાં આવનાર હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 27 જાન્યુઆરીના રોજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને લઇને બોર્ડ પરીક્ષા એક દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
આમ હવે આજથી શરૂ થતી પરીક્ષા 6 ફેબ્રુઆરી સુધી લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષની શરૂઆતમાં જ જાહેર કરેલા એકેડમિક કેલેન્ડર અનુસાર ધો.9 થી 12માં પ્રિલિમ-દ્વિતીય કસોટી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવનાર.
અગાઉના કાર્યક્રમ મુજબ આ પરીક્ષા 4 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થવાની હતી. પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી. પ્રીલીમ પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ 9 ફેબ્રુઆરીથી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામાં આવશે.