જિનાલયોમાં સવારેથી સ્નાત્રપૂજા, આંગી, વ્યાખ્યાન અને સાંજે પ્રતિક્રમણ ભક્તિભાવનાનો દિવ્ય માહોલ
પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. પર્યુષણ એટલે તપ વડે મનશુદ્વિ તથા કાયા શુદ્વિનું મહાપર્વ આ વર્ષ દેરાવાસી તથા સ્થાનકવાસી સમાજ એક સાથે પર્યુષણ ઉજવાશે.
કોરોનાના બે વર્ષ દરમિયાન જૈનોએ ઘરમાં રહીને પર્યુષણ પર્વ ઉજવવામાંઆવ્યો હતો. આ વર્ષ પર્યુષણ પર્વને વધાવવા માટે દેરાસરો ઉપાશ્રયોમાં ધર્મભુનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક ઉપાશ્રયોમાં અલૌકિક શણગાર અને આંગી કરવામાં આવી રહી છે.
આ આઠ દિવસના પર્વમાં ઉપાશ્રયોમાં પૂ.મહારાજ સાહેબ અને મહાસતીના પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થશે. આઠ દિવસ જૈનો, તપ, ત્યાગ, જાપ, આરાધના, મહિમા જણાશે તેમજ આત્માને નિર્મળ અને ટ્રેસ મુક્ત બનાવશે. દેરાવાસી જૈનો કલ્પસુત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે.
દેરાસરોમાં રોશની-તોરણથી સુશોભિત બનાવાયા છે. જિનાલયોમાં સવારે પ્રતિક્રમણ, સ્નાત્રપુજન, આંગી, રાત્રે ભાવના તેમજ ભક્તિ સહિતના વગેરે ધાર્મિક કાર્યક્રમો હારમાળાનો આયોજન કરવામાં આવે છે.
પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાક મહોત્સવ ચૈત્રસુદ તેરસના છે. પરંતુ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ભાવિકોની ઉ5સ્થિતિ ધર્મ સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પર્યુષણના પાંચમા દિવસે મહાવીર જીવન કવન વાંચવાની પરંપરા ચાલે છે. સવંત્સરી મહાપર્વના દિવસ છે. આરાધકો-આરાધક બનવા જીવ માત્રની અત:કરણ પૂર્વક ભાવપૂર્વક ક્ષમાપના કરશે. જૈનો પર્યુષણ પર્વને પર્વનો રાજા ગણે છે.
વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઇ ગયા હોય તેને યાદ કરી પોતાની આત્માની સાક્ષીએ કર્મોની આલોચના, ગ્રહો કરી પ્રાયશ્ર્ચિત લઇ તપ-ત્યાગ કરી કર્મો ખપાવવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે.
આગળના સાત દિવસ એટલે આત્મસાધના કરવાના દિવસો અને સિધ્ધીનો દિવસ અનંત તીર્થકર પરમાત્મા ફરમાવે છે કે ચોર્યાંશી લાખ જીવાયોનિના જીવને મિચ્છામિ દુક્કડમ કરી હળવા ફૂલ બની છે.