વિશ્વભરમાં કોરોના મહામારીએ માજા મૂકી છે ત્યારે પહેલેથી જ કોરોનાની સારવારમાં માનવતાવાદી અભીગમ સાથે અગ્રેસર રહેલી સૌરાષ્ટ્રમાં જાણીતી રાજકોટની ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવાર માટેની ખાસ હોસ્પિટલ ‘પરમ હોસ્પિટલ’ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે પરમ કોવિડ કેર સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે જયા સરકારે નકકી કરેલા દરે કોરોનાના દર્દીને ઉચ્ચકક્ષાની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. એમ હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર અને જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાત ડો. મયંક ઠકકરે જણાવ્યું છે.
હવે હોસ્પિટલ સાથે કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને પણ સમયસર યોગ્ય સારવાર મળી રહે અને કોરોનાના ગંભીર પરીણામથી બચાવી શકાયએ માટે ‘પરમ કોવિડ કેર સેન્ટર’ની પણ શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરમાં માઇલ્ટ અને એસીપ્ટોમેટીક લક્ષણ ધરાવતા કોરોનાના દર્દીને કોરોનાની સંપૂર્ણ સારવાર મળી રહેશે. હોટલ સીટી ઇન (૩ રજપુતપરા,કોર્પોરેશન ચોક પાસે, રાજકોટ મો.૯૯૦૯૯૭૧૧૯૪) ખાતે શરૂ કરવામાં આવેલ પરમ કોવિડ કેર સેન્ટરમાં ઘરથી દૂર એક ઘર જેવા હુંફાળા વાતાવરણમાં દર્દીને હોટેલમાં હોસ્પિટલની તમામ સારવાર ઉપલબ્ધ રહેશે. સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ ચાર્જમાં દર્દીને તમામ સવલત મળશે. પરમ હોસ્પિટલ વિશે માહિતી આપતાં હોસ્પિટલના સેન્ટર હેડ ડો. ઉમેશ અપરનાથીએ જણાવ્યું છે કે અહીં ફકત કોવિડ-૧૯ના દર્દી માટે ખાસ ઓ.પી.ડી. સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દર્દીનું યોગ્ય નિદાન કરવામાં આવે છે, તેમજ ફકત કોરોનાના દર્દીની સારવાર માટે તમામ પ્રકારની સુવિધા આ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે. જાણીતા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. પિયુષ દેત્રોજા, પલ્મેનોલોજીસ્ટર ડો. રાજેશ મોરી, ફીઝીશ્યન ડો. ભાવીન ફડદુની સેવા ઉપલબ્ધ છે. અનુભવી અને નિષ્ણાત તબીબોની ટીમ સાથે દર્દીને કવોલીફાઇડ નસીંગ કેર મળી રહે છે. બ્લડ સેમ્પલ કલેકશન, મેડીસીનની ડિલીવરી, ડાયેટીશ્યનની સેવા સતત ઉપલબ્ધ છે. દરેક કોવિડ કીટ આપવામાં આવે છે. ડો. મયંક ઠકકરના જણાવ્યા ઉનસાર પરમ હોસ્૫િટલ દ્વારા અત્યાર સુધીમાં ૧૧૦ જેટલાં કોરોનાના દર્દીને સફળ સારવાર કરવામાં આવી છે, કોરોનામાંથી સાજાસારા થઇ હસતા ચેહેરે હોસ્પિટલમાં રજા લઇ ઘરે જતાં પેશન્ટ અમારા માટે ડોકટર તરીકેની ફરજ બજાવ્યાનો સંતોષ આપે છે અને સતત ૨૪ કલાક કોરોનાના ગંભીર દર્દીઓની વધુને વધુ સારવાર કરવા નવુ જોમ મળે છે.