વિદ્યાર્થીઓને ઉનાળુ અને દિવાળી વેકેશન સહિત 80 દિવસની રજાઓ મળશે
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આગામી પ જુનથી પ્રથમ સત્રનો આરંભ થશે બોર્ડની પરીક્ષાનો 11મી માર્ચ 2024 થી આરંભ થશે. દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત 80 દિવસની રજા રહેશે.
આગામી પ જુનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે જે 8મી નવેમ્બર સુધી ચાલુ રહેશે 9 નવેમ્બરથી ર9 નવેમ્બર સુધી ર1 દિવસનું દિવાળી વેકેશન રહેશે.
પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય 1ર4 દિવસનું રહેશે. બીજા સત્રનો આરંભ દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 30મી નવેમ્બરથી ચાલુ થશે જે પાંચ મે 2024 સુધી ચાલશે બીજી શૈક્ષણિક સત્ર 151 દિવસનું રહેશે. 6 મે થી 9 જુન સુધી 3પ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.
ધોરણ 9 થી 1ર સુધીની પ્રિલિમ, દ્વિતીય પરીક્ષા તા. 29-1-2021 થી 7-2-2024 સુધી, બોર્ડની સૈઘ્ધાતિક પ્રાયોગિક પરીક્ષા 1ર થી 1પ ફેબ્રુઆરી 2024 સુધી યોજાશે. ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 19 ફેબ્રુઆરી થી ર7 ફેબ્રુઆરી 2024 સુધી, શાળા કીય વાર્ષિક પરીક્ષા ધો. 9 થી 1ર થી 18 એપ્રિલથી લેવામાં આવશે આ શૈક્ષણિક વર્ષના કેલેન્ડરમાં ફેરફાર થવાની સંભાવના છે છાત્રોને દિવાળી વેકેશનની ર1 દિવસની, ઉનાળુ વેકેશનની 3પ દિવસની જાહેર રજાએ 19 અને સ્થાનિક રજાઓ પ સહિત વર્ષ દરમિયાન કુલ 80 દિવસની રજી મળશે.