કચ્છના માતાના મઢ આશાપૂરા માતાજીના મંદિરે તા.13મી ચેત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. તા.19ના રોજ હોમાત્મક ક્રિયા થશે. આ વખતે કોરોનાના રોગચાળાને ધ્યાને લઈ માસ્ક પહેરવા તથા સામાજીક અંતર જાળવવા સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
ભુજથી 100 કિ.મી. અંતરે આવેલા 19મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢમાં આશાપૂરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષથી જેમ આસો નવરાત્રી તેમજ ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે રીતે તે ઉજવવામાં આવે છે. આધ્યા શકતિ આશાપૂરાની આરાધનાનું પર્વ નસરાત્રી છે. ચૈત્રી નવરાત્રી શકિત ઉપાસનાનનું મહાનપર્વ ગણાય છે. શકિત વિના જીવનમા આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે.
માતાના મઢમાં આશાપૂરાનું ભવ્ય મંદિરે ચૈત્રી નવરાત્રી તા.13 મંગળવારના રોજ ભવ્ય પ્રારંભ થશશે તા.12 ને સોમવાર રાત્રે 8 કલાકે ઘટ સ્થાપન થશે તા.19ને સોમવારે ચૈત્રી સુદ 7 ભવ્ય હોમાદિક ક્રિયારાત્રે 8.25 કલાકે શરૂથશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષ સ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પૂજાવિધિ કરશે. ગોરમહારાજ દેવપ્રસાદ મુળશંકર જોષી હવનની વિધિ કરાવશે તા.19ને સોમવારે રાત્રે 12.30 કલાકે બિડુ હોમાશે. આ સમયે રાજવી પરિવાર માઈભકતો, આમંત્રીત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્મૃતિ શ્ર્લોક મંત્ર દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફૂલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે રાત્રે 12.30 કલાકે બિહુ હોમાશે.
ચૈત્રી નવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી મોડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર-કચ્છના માઈભકતો માં આશાપૂરાના દર્શન કરવા જાય છે. કચ્છ ઘણીયાળીમાં આશાપૂરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્ર્વાસથી સેવા ચાકરી કરતા કરતા કચ્છી માડુ પદયાત્રીઓના વિનામૂલ્યે વિના સંકોચ ભોજન, ચા દુધ, દવા વગેરે જરૂરી ચીજ વસ્તુઓની સેવા આપે છે.
ચૈત્રી નવરાત્રીમાં નવદૂર્ગા દેવીઓની પૂજા નવરાત્રીનાં પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા, બીજાદિવસે બ્રહ્મ માહિણી પુજા ત્રીજાદિવસે ચંદ્ર ઘઠટા, પુજા, ચોથા દિવસે કુષ્માંડા પુજા, પાંચમાં દિવસે કુષ્માંડા પુજા, છઠ્ઠા દિવસે કાત્યાયની પુજા, સાતમાં દિવસે કાલરાત્રી પુજા, અઠમાં દિવસે મહાગૌરી પૂજા નવમા દિવસે સિધ્ધિદાત્રી પુજા આમ ચૈત્ર નવરાત્રીનાં નવ નોરતામાં માતાજીની આરાધના કરાય છે.
માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ છે. માતાના મઢ દર્શનાર્થે ભાવિકોએ સરકારનાનિયમોનુય ચુસ્ત પાલન કરવાનું રહેશે ગજુભા ચૌહાણ ભૂવા તરીકે સેવા આપે છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા રહેવા ચા, વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે