6011 જેટલા વિદ્યાર્થીઓએ ઉતરવહી અવલોકન અંગે અરજી કરી હતી
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર મેના રોજ ધો.1ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. સાયન્સનું પરિણામ નિચુ આવતા અનેક વિઘાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હતા. જેથી પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિઘાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ગુણ ચકાસણી અને ઉતરવહી અવલોકનની કાર્યવાહી માટે દરખાસ્ત મંગાવી હતી. જેમાં ગુણ ચકાસણી માટે 1206 અને ઉતરવહી અવલોકન માટે 6011 જેટલા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં સોમવારથી ધો. 1ર સાયન્સનું ગુણ ચકાસણીની કાર્યવાહી શર કરવામાં આવી છે. જયારે ઉતરવહી અવલોકનની કાર્યવાહી હવે પછી શરુ કરાશે.
પ્રાપ્ત માહીતી મુજબ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં ધો. 10 અને 1ર ની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉતરવહી મુલ્યાંકનની કાર્યવાહી શરુ કરાઇ હતી. અને પરિણામ તૈયાર થયા બાદ ર મેના રોજ ધો.1ર સાયન્સનું પરિણામ જાહેરકરવામાં આવ્યું હતું. ધો. 1ર સાયન્સનું પરિણામ ખુબ જ નીચુ આવતા વિદ્યાર્થીઓ અકળાયા હતા. અને ગુણ ચકાસણી અને ઉતરવહી અવલોકન માટે બોર્ડ સમક્ષ અરજી કરવા લાગ્યા હતા. આમ, ગુણ ચકાસણી બાદ મુલ્યાંકનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુણ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા વેબસાઇટ પર તે અંગેની માહીતી આપવામાં આવશે.