ભાદરવા સુદ ચોથ એટલે કે (ગણેશ ચતુર્થી) આજથી દસ દિવસ સુધી જુદા-જુદા પંડાલો, મંડપો, સોસાયટીઓમાં સૌ કોઇ શ્રધ્ધા ભક્તિથી ગણપતિ બાપ્પાનું પૂજન-અર્ચન કરે છે. આજ સવારથી જ ગણપતિ મય બનેલા ભાવિકો ગણપતિના સ્થાપન બાદ આરતી પ્રસાદ અને સતત ભક્તિગીતોથી વાતાવરણ પણ પાવન થયું હોય તેવો અહેસાસ થયો વીના રહે નહીં તે સ્વાભાવિક છે.

આજથી જ રાજકોટ શહેર-જિલ્લામાં ઠેર-ઠેર ભજન-કિર્તન-શ્રીનાથજીની ઝાંખી, ગણેશ વંદના, રાસ-ગરબા, નાટક, ધુન વગેરે જેવા સાંસ્કૃત્તિક કાર્યક્રમો દ્વારા દસ દિવસ સુધી ગણપતિ બાપ્પાને રીઝવવામાં આવશે.ક્યાંક બપોરનો પ્રસાદ તો ક્યાંક સાંજનો મહાપ્રસાદ, મહાઆરતી, દિપમાળા વગેરેના આયોજનો પણ થયો છે.

ગણપતિ દેવા કરૂ તમારી સેવા, ખોલો મારા રૂદિયાના તાળા મારા દેવા

ભજન-કિર્તન, ડી.જે.ના તાલે, અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિને વધાવતા ભાવિકો

આજથી ગજાનન ગણપતિ મહારાજના આગમન ઉત્સવનો આરંભ થયો છે ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભાવિકો ગણપતિ મય થયા હોય તેવો માહોલ સર્જાયો છે. રાજકોટ શહેરના રાજમાર્ગો સમા 150 ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, યુનિ.રોડ, યાજ્ઞિક રોડ સહિતના માર્ગો ઉપરાંત શહેરની વિવિધ સોસાયટીઓમાં આજે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના ગગનભેદી નારાઓ ગુંજવા લાગ્યા છે. ઠેર-ઠેર વિશાળ સંખ્યામાં ભાવિકો ‘બાપ્પા’ને વાજતે-ગાજતે ઢોલ, નગારા, શરણાઇ, ડી.જે.માં ગણપતિ આયો બાપા રિધ્ધિ-સિધ્ધિ લાયો, આલારે આલા ગણપતિ આલા જેવા ગીતોમાં મય બની નાચતા-કુદતા અબીલ-ગુલાલની છોળો વચ્ચે ‘બાપ્પા’ની શોભાયાત્રા સ્વરૂપે સ્થાપન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.