જી.પી.એસ.સી. નાયબ સેકશન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-3ની 257 જગ્યાઓ માટે કોંચીગ કલાસ યોજાશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્ર્વિક મહામારી જાહેર કરાયેલ કોરોનાએ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં અને તકેદારીના ભાગરૂપે સ્ટે હોમના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે ત્યારે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાઓ સંદર્ભ ઘરે બેઠાં નિ:શુલ્ક તાલીમ મળી રહે તે પ્રકારે સી.સી.ડી.સી. મારફત આયોજન કરાયેલ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવોપમેન્ટ સેન્ટર દ્વારા જુદી-જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની  સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને કુલસચિવ સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી સીસીડીસીના તાલીમ વર્ગોને અને કાર્યશાળાઓના આયોજનને બિરદાવેલ છે. હાલ જી.પી.એસ.સી. દ્વારા નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 માટે કુલ 257ની ભરતી કરવામાં આવનાર છે. ભરતીની જાહેરાતનાં અનુસંઘને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સી.સી.ડી.સી.નાં દ્વારા તા.24-11-2020ને મંગળવારથી પ્રિલીમ્સના નિ:શુલ્ક ઓનલાઇન તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ વર્ગમાં જી.પી.એસ.સી. નાયબ સેકશન અધિકારી, વર્ગ-3 અને નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યાઓ માટેના પ્રાથમિક અભ્યાસક્રમ મુજબ સીલેકટેડ વિષયોની તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોકત તાલીમ વર્ગમાં જોડવા ઇચ્છતા ઉમેદવારો તા.22-11-2020 સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇઠ પર મુકાયેલી લિંકને કલીક કરવાથી થઇ શકશે. રજીસ્ટ્રેશન ફોર્મ સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા, જી.પી.એસ.સી.નું ઓનલાઇન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ, આઇ.ડી.પ્રુફ અને લીવીંગ સર્ટીફિકેટ અપલોડ કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.