વિદ્યાર્થીઓએ 15 જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ સાથે ફી ભરવાની રહેશ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં હવે પાસ વિદ્યાર્થીને સીટ ન મળે તો બીજા વર્ષે ફરી પરીક્ષા આપવાની તેવા નિયમથી છાત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે 26 કોર્સમાં પી.એચ.ડી.ની 121 જગ્યા ખાલી છે. જેની એન્ટ્રન્સ ટેસ્ટ જુલાઈમાં યોજાશે. જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી શરૂ થઈ ગયું છે.
યુનિવર્સિટીમાં પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષામાં કો-ઓર્ડીનેટર તરીકે પી.જી. વિભાગના હેડ મનીષ ધામેચા, તથા કો-કોર્ડીનેટર દિપક પટેલ, મનીષ શાહ અને રમેશ કોઠારીને મૂકાયા છે. જુલાઈ માસમાં ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. જેમાં કોમર્સમાં સૌથી વધુ 20, ફીઝીક્સમાં 14, માઈક્રોબાયોલોજીમાં 9, હિન્દીમાં 8, એજ્યુકેશનમાં 7, ગુજરાતી, મૈસ્ટ્રી, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માં 6-6, કાયદા – ઈતિહાસમાં 4-4, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ, મનોવિજ્ઞાન, ઇલેક્ટ્રોનીક્સ, અંગ્રેજીમાં 3-3, હ્યુમન રાઈટસ, બિઝનેસ મેનેજમેન્ટ, ફાર્મસી, તત્વજ્ઞાન, સંસ્કૃત, સોશ્યલ વર્કમાં 2-2, મેથેમેટિક્સ, એપ્લાયડ ફીઝીક્સ અને રૂરલ સ્ટડીઝમાં 1-1 સીટ પીએચ.ડી. માટે ખાલી છે.
15 મી જુલાઇ સુધીમાં ઉમેદવારો https://phd.sauuni.ac.in પરથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. વધુ વિગતો માટે phd.2022sauuni.ac.in પર સંપર્ક કરવાનો રહેશે. પરીક્ષાની માહિતી, સીટ નંબર, વિષય વાર સીટ સહિતની વિગતો વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.