40 કેન્દ્રો પર બી.કોમ, બી.બી.એ, એલ.એલ.બી સહિતની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષાઓનો શરૂ: સીસીટીવી કેમેરાથી વિદ્યાર્થીઓ પર બાજ નજર રખાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ અને રેગ્યુલરના જુદા જુદા કોર્સના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 40 જેટલા કેન્દ્રો પર કોવિડ-19ની ગાઈડલાઈન સાથે બીએ, બી.કોમ, એલએલબી સહિતની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષાઓની આજથી સવારે 10 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જ્યારે આજથી પરીક્ષા શરૂ થઈ છે ત્યારે સીસીટીવી મોનીટરીંગ દ્વારા દરેક સેન્ટર પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-2, બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, બી.એ (એક્સટર્નલ) સેમેસ્ટર-2 અને બીએ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, એલએલબી સેમેસ્ટર-2ના જૂના કોર્સની, એલએલબી સેમેસ્ટર-2 વર્ષ 2016ના વિદ્યાર્થીઓની અને એલએલબી સેમેસ્ટર-2ના વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરૂ થઇ છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા દરેક કોલેજોના પરીક્ષાને લઈને વ્યવસ્થા ગોઠવવા અને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલનની સૂચના આપવામાં આવી હતી અને તે મુજબ જ પરીક્ષા લેવામાં આવી હતી.