Abtak Media Google News
કોરોનાની ત્રીજી લહેર ખતમ થતા રાજયની તમામ કોર્ટના કપાટ ખૂલ્યા: વકીલોમાં ખુશીનો માહોલ

અબતક,રાજકોટ

રાજયમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર આવતા હાઈકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોમાં  ફિઝીકલ  કામગીરી બંધ કરવામાં આવી હતી. બાદ ત્રીજી લહેર ખતમ થતા 40 દિવસ બાદ જિલ્લા કક્ષાની અદાલતોમાં  આજથી પ્રત્યક્ષ  કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા વકીલો દ્વારા ખુશીનો માહોલ  જોવા મળ્યો છે. વધુ વિગત મુજબ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતા હાઈકોર્ટ દ્વારા   બહાર પાડી રાજયની  તમામ અદાલતોમાં   તા.10 જાન્યુથી ફિઝીકલ કામગીરી બંધ કરી ઓનલાઈન કામગીરી કરવાની  માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. બાદ રાજયના બાર એસોસીએશન અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત  દ્વારા  હાઈકોર્ટના ચીફ જસ્ટીઝને  કરેલી રજૂઆત બાદ જયાં કોરોનાના 100 કેસથક્ષ નીચે આવતા તાલુકા અને  શહેરોની અદાલતોમાં કામગીરી  એસ.ઓ.પી. મુજબ કરવા માટે જાહેરનામું બહાર પાડયું હતુ.

કોરોનાના કેસ ઘટતા હાઈકોર્ટ દ્વારા 10 દિવસ પહેલા હાઈકોર્ટ અને તમામ અદાલતો તા.21 ફેબ્રુઆરીને સોમવારથી   ફિઝીકલ કામગીરીનો પ્રારંભ કરવા માયે સરકયુલર બહાર પાડવામાં આવ્યો હતો.હાઈકોર્ટના ચીફ જસ્ટીઝ દ્વારા  બહાર પાડવામાં આવેલા સરકયુલરને પગલેઆજથી જિલ્લા કક્ષાની   અદાલતોમાં આજથી પ્રત્યક્ષ  કામગીરીનો ધમધમાટ  થશે અને હાઈકોર્ટની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું  એસ.ઓ.પી. બહાર પાડવામાં આવી છે.કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે જ ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણીનો નિયમ અમલી કરાયો હતો. આ પછી રાજ્યની તમામ કોર્ટોમાં ફિઝિકલ હિયરિંગ પર પ્રતિબંધ મુકાયો હતો. વકીલો માટે પણ પ્રવેશબંધી કરાઈ હતી. જોકે ત્યારબાદ એવા તાલુકા જ્યાં 100 કરતા ઓછા એક્ટિવ કેસ છે તે તાલુકાની કોર્ટોમાં એસઓપીના ચુસ્ત પાલન સાથે ફિઝિકલ કાર્યવાહી શરૂ થઈ હતી.  હાઇકોર્ટ આવા તાલુકાઓની નવી યાદી જાહેર કરી છે જ્યાં ઓછું સંક્રમણ છે. આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જાહેરાત કરી છે કે, હાઇકોર્ટમાં 21મી ફેબ્રુઆરીથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરાશે. આ સિવાય રાજ્યની તમામ જિલ્લા – તાલુકા કોર્ટો જ્યાં ઓનલાઇન સુનાવણીનો નિયમ હાલ અમલી છે ત્યાં પણ તા.21 થી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ જશે. જોકે હાઇકોર્ટની કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. અને વકીલો કોર્ટ કામગીરીમં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.