- પુરાતત્વ વિભાગની ટીમે મંદિરનાં શિખરનું કર્યું સ્કીનીંગ, રૂ.18 કરોડના ખર્ચે થશે ર્જીણોધ્ધાર મૂળ દેખાવ અનુસાર નિર્માણકાર્ય કરાશે
હજારો વર્ષ પુરાણા પ્રાચીન ભારતના પશ્ચિમ છેવાડાના દ્વારકામાં વસાવેલી ભગાવન શ્રીકૃષ્ણની નગરીના ત્રૈલોકય સુંદર દ્વારકાધીશજીના મંદિરના શિખરના જીર્ણોદ્ધારની વારંવાર રજૂઆતો અને તા.રપ ફેબ્રુઆરી 2024ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાત બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા મંદિર શિખરના જર્જરીત ભાગોના પુન: જીર્ણોદ્ધાર માટેની કામગીરીનો પ્રાથમિક તબકકે પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
ભારતીય પુરાતત્ત્વ વિભાગની ટીમ દિલ્હી સ્થિત પુરાતત્ત્વના વડા ડાયરેકટર ઓફ જનરલ વાય.એમ.રાવતના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજકોટ ખાતેની ભારતીય પુરાતત્ત્વ વિભાગની સર્કલ કચેરીના માર્ગદર્શન હેઠળ આર્કોલોજીની ટીમના આઠ જેટલા એન્જીનીયર્સે જગતમંદિરના ફલોરીંગથી લઈને લાડવા ડેરા તથા શકિત માતાજીના મંદિર સુધીના મજલા અને ધ્વજાજીના દંડ સુધીના મજલા ઉપર ત્રણ ટીમ બનાવીને 360 ડીગ્રી સહિતના સાધનો સાથે હાલની મંદિરની શિલ્પ કલાઓને કંડોરવામાં આવી છે અને આ સ્ક્રીનીંગ કરેલા ડેટા ઉપરથી જીર્ણશીલ થયેલા મંદિરના વિવિધ ભાગોનું સ્થાપિત પત્થરો જેવું જ મંદિરનો પુન: જીર્ણોદ્ધાર થાય તેના ઉપર પુરતુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ખાસ કરીને જગતમંદિરના ફલોરીંગમાં પણ જીર્ણશીલ પત્થરો થયેલાં હોય જેને પ્રથમ અગ્રતાના ધોરણે કાર્ય કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ મંદિરના દર્શન સમય અને યાત્રીકોની અવરજવરને ધ્યાનમાં રાખીને મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ સભામંડપ તથા નિજ મંદિર સહિતના ભાગોનું પણ ટૂંક સમયમાં જયાં જયાં પત્થરો જીર્ણશીલ થયા છે ત્યાં નવા પત્થરોને પુન: જીર્ણોદ્ધારના ભાગરૂપે બદલવામાં આવશે. આ કાર્ય માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 18 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
અદ્યતન ટેકનોલોજીના કેમેરા દ્વારા વિવિધ સ્તંભો, કમાનો, ફલોરીંગ સહિતની શિલ્પકલાઓનાં સ્કેનિંગ ડેટા પરથી ર્જીણજ્ઞિશર્ણ પથ્થરોને બદલવમાં આવશે
જગતમંદિરની શિલ્પકલાને જાળવીને ર્જીણોધ્ધાર કરાશે
દ્વારકાધીશજીનું મંદિર શિલ્પકલાની દ્રષ્ટિએ અદભૂત નમૂનારૂપ છે. મંદિરના વિવિધ ભાગોમાં આવેલી શિલ્પકલાઓ જેમાં આગ ઓકતા સિંહો, હાથીઓની શિલ્પકલાની કૃતિઓ સ્થાપિત છે તે ગ્રીકના શાસનકાળની હોય તેવું પુરાતત્ત્વ વિભાગના તજજ્ઞોનું કહેવું છે. જેથી જીર્ણોદ્ધાર વખતે આ શિલ્પકલાને નજરમાં રાખીને કામગીરી કરાય તેવી માંગ પુરાતત્ત્વ વિભાગના તજજ્ઞોએ વ્યકત કરી છે.
સાંસદ પરિમલભાઇ અને ધનરાજ નથવાણી સહિતનાઓએ પુન: ર્જીણોધ્ધાર માટે રજૂઆતો કરી હતી
હજારો વર્ષના પ્રાચીન પુરાણ દેવભૂમિ દ્વારકાના શિલ્પ કલા અને શ્રદ્ધાના સમુદ્ર સમાન દ્વારકાધીશના દેવાલયનાં જીર્ણોદ્ધાર માટે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી તથા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી તેમજ દ્વારકાધીશ પુજારી પરિવારના પ્રમુખ મુરલીભાઈ ઠાકર, સાંસદ પૂનમબેન માડમ સહિતનાએ પણ મંદિરના પુન: જીર્ણોદ્વારની રજૂઆતો કરી હતી.
પુરાતત્ત્વવિદોની દ્રષ્ટિએ લગભગ સાડા ત્રણ હજારથી પાંચ હજાર વર્ષ પુરાણા આ પ્રાચીન ત્રૈલોકય સુંદર મંદિર દ્વારકા નજીકના બરડીયા ગામના પત્થરોથી બનાવવામાં આવ્યું છે. જેનો જયારે જયારે જીર્ણોદ્વાર થયો છે ત્યારે બરડીયા ગામના જ પત્થરોનો ઉપયોગ થયો છે અને સૂત્રોના કહેવા પ્રમાણે આજ પત્થરોનો ઉપયોગ વર્તમાનમાં થનાર જીર્ણોદ્ધારમાં કરવાનો છે. બરડીયામાં આવેલી આ ક્ષાર યુકત પત્થરની ખાણ ચોબારીની ખાણ તરીકે ઓળખાય છે.