ત્રણ માળના બિલ્ડીંગમાં નાટક, સંગીત, ચિત્ર વગેરેના હોલ તેમજ લોક સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિકૃતિઓ મૂકાશે
બાર જયોતિર્લિંગો માનું પ્રથમ સોમનાથ મહાદેવ ના દર્શન સાથે યાત્રિકો કલા પણ માણી શકે તે માટે નુ આયોજન પવિત્રભુમિ ઉપર સોમનાથ ટ્રસ્ટ દ્વારા દાતાઓ ના સહયોગથી સાંસ્કૃતિક કલા કેન્દ્ર બનાવાની કામગીરી હાથ ધરી છે સોમનાથ મા કલા ને લગતા અને સાંસ્કૃતિક કાાર્યક્રમો અનેેક થતાં હોય છે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ તરફ જતો રોડ અને પાર્કિંગ માંથી બહાર તરફ જતા રોડ પાસે આવેલ જગ્યાએ મા મંદિર જેવુ ત્રણ માળા નુ બિલ્ડીંગ બનાવવા ની કામગીરી શરૂ કરેલ છે અને હાલમાં તેના પાયા ની શરૂઆત પણ થઈ ગયેલ છે આ અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણ લહેરી એ જણાવ્યું હતું કે સોમનાથ આવતા યાત્રિકો અને યુવાન ને કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત આવે અને યાત્રિકો સોમનાથ મહાદેવ ના દર્શન સાથે કલા થી પણ પરિચિત થાય એ માટે સોમનાથ મા સાંસ્કૃતિક કલા કેન્દ્ર બનાવાનો નિર્ણય લીધો છે આ માટે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી હર્ષ વર્ધન નિવટાયા એ પાંચ કરોડ રૂપિયા જેટલુ દાન આપેલ છે અને ત્રણ માળા નુ બિલ્ડીંગ બને તો ૧૦ કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે જેથી હાલમાં આ કામગીરી ૧૦ કરોડ ના બજેટ ને ધ્યાનમાં રાખીને શરૂ કરી છે આ કલા કેન્દ્ર મા વિવિધ કલા ની જેવી કે નાટક નાટીકય તેમજ સંગીત ચિત્ર વગરે સેમિનાર તેમજ પ્રેક્ટિસ વર્કસ કરી શકે છે તે માટે હોલ હશે તેમજ લોક સંસ્કૃત ને લગતા સ્ટોલ તેમજ પ્રતિકૃતિ ઓ પણ હશે સાથે સાથે જુના સિક્કા ઓ ટપાલ ટીકીટ અને વાાસણો પણ મુકવામાં આવે છે જેથી એક મોટુ કલા કેન્દ્ર સોમનાથ મા જ યાત્રિકો ને મળી રહે તે માટે નુ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.