• સોમનાથ દાદાના ભક્તોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સમર્થ પ્રયત્નથી મળી “દિવાળીની આકાશી ભેટ”
  • સરકારના પ્રવાસનને વેગ આપવાના અભિગમને સોમનાથ ટ્રસ્ટનો સહર્ષ સહકાર
  • કેશોદ આવનાર યાત્રીઓને સોમનાથ સુધીની કોમ્પ્લીમેન્ટરી એરકન્ડિશન બસ સેવા

WhatsApp Image 2024 10 30 at 09.10.17 d5d2a0b6

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી ગુજરાત અને ભારતના તીર્થધામોને વૈશ્વિક પ્રવાસનમાં શીર્ષ પર લાવવાના સંકલ્પને અનુસરીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાતત્યપૂર્ણ પ્રયત્નોથી પર્યટનને  સરળ અને સુખદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ વિકાસયાત્રાને અગ્રેસર કરી રહ્યા છે.

મુખ્યમંત્રીના સઘન પ્રયાસો અને બારીક આયોજનની ફલશ્રુતિરૂપે હવે સોમનાથ દાદાના શ્રદ્ધાળુઓ અને ગીર જંગલના મુલાકાતે આવનાર યાત્રિકો માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ પ્રગતિશીલ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે અમદાવાદ થી કેશોદ ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધનતેરસના પર્વે સોમનાથ દાદાના ભક્તોને સરકાર દ્વારા વિમાન સેવાની આકાશી ભેટ મળી છે.

ત્યારે વિમાન સેવાનો પ્રારંભ થતાં પહેલી ફ્લાઈટમાં આવેલ શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓને માળા પહેરાવી મો મીઠું કરાવી પૂજારી દ્વારા ચંદન તિલક કરી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રસ્ટની કોમ્પ્લીમેન્ટરી એર કન્ડિશન બસમાં સોમનાથ મહાદેવના દર્શને લવાયા હતા. મંદિરમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા ખેસ ઓઢાડી આવનારી યાત્રીઓને આવકારાયા હતા. નવી સુવિધાથી પ્રસન્ન યાત્રીઓ હર હર મહાદેવનો નાદ કરી શિવજીના ચરણોમાં ભાવવિભોર થયા હતા.

WhatsApp Image 2024 10 30 at 09.10.18 2053b8ff

ફ્લાઈટ સમયસૂચિ અને દિવસો:

અમદાવાદ થી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ – મંગળવાર, ગુરુવાર અને શનિવાર ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે.

ફ્લાઇટની સમય સૂચિ અનુસાર

અમદાવાદથી કેશોદ:

સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચી જશે.

જ્યારે

કેશોદથી અમદાવાદ:

બપોરે 13:15 વાગ્યે કેશોદથી ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.

WhatsApp Image 2024 10 30 at 09.10.18 bf700557

આકાશી ભેટને વસુધાનો સહકાર

સોમનાથ ટ્રસ્ટ તરફથી નિશુલ્ક પીકઅપ બસ સેવા:

કેશોદ વિમાનમથક પર ઊતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક “વાતાનુકૂલિત પીક-અપ બસ” સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા પ્રવર્તમાન મુંબઈ-કેશોદ ફ્લાઈટ, અને નવી પ્રારંભ થયેલ અમદાવાદ-કેશોદ ફ્લાઈટમાં આવનાર યાત્રાળુઓને નિશુલ્ક બસ સેવાથી આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે.

WhatsApp Image 2024 10 30 at 09.10.18 9cd8f65f

સોમનાથ ટ્રસ્ટનું આતિથ્ય અને આરામદાયક પ્રવાસ:

સોમનાથની પવિત્ર યાત્રા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ માનવંદના અને આરામદાયક પ્રવાસ પ્રદાન કરવો હંમેશા સોમનાથ ટ્રસ્ટનો પ્રાથમિક ઉદ્દેશ રહ્યો છે. આ નવી પ્રવૃત્તિઓ શ્રદ્ધાળુઓની મુસાફરીને વધુ સુગમ અને સુખદ બનાવશે. સોમનાથના દેવદર્શન માટે આ નવી શરૂઆત સાથે આ વિમાન સેવા અને પીકઅપ બસની વ્યવસ્થા શ્રદ્ધાળુઓને અભૂતપૂર્વ અનુભવ કરાવશે. ગુજરાત સરકારના અવીરત પ્રયાસો અને પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં વિશ્વસ્તરીય યાત્રી સેવાના અભિગમને આત્મસાત કરનાર સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નોથી સોમનાથનો પ્રવાસ વધુ લોક ભોગ્ય, વધુ સરળ અને સોહામણો બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.