1967થી ગુજરાત ભાષા સાિંહત્ય અનુસ્નાતકના બે વર્ષનો અભ્યાસ ક્રમ વિદ્વતાનો શિરમોર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનમાં 1967 થી ગુજરાતી ભાષા – સાહિત્યના અનુસ્નાતક કક્ષાના છાત્રો માટે એમ.એ.નો બે વર્ષ (ચાર સેમેસ્ટર) નો અભ્યાસક્રમ ચાલે છે . જેમાં અનુભવ સમૃદ્ધ પ્રાધ્યાપકો દ્વારા ગુજરાતી સાહિત્યનું અધ્યયન કરાવવામાં આવે છે. ઉપરાંત વર્ષ દરમિયાન ભવન સ્થિત ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા વિવિધ વિષયોના અનુભવી તજજ્ઞો , કવિઓ, સર્જકો , કાવ્યસંગીતના સાધકો દ્વારા વ્યાખ્યાન- નિદર્શન – માર્ગદર્શન આપવામાં આવે છે.

ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશની ભૂમિ પર પોતાના સર્જન , સંશોધન , અભ્યાસ દ્વારા વિશ્વપ્રસિદ્ધ થયા છે . ઉપરાંત

UPSC-GPSC-NET-JRF ની પરીક્ષાઓમાં પણ ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરીને ગુજરાત સૌરાષ્ટ્રની કોલેજો , અનુસ્નાતક ભવનોમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે .  ગુજરાતી સાહિત્ય ભવનમાં એમ.એ.માં પ્રવેશ મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ HTTP://ADMISSION.SAURASTRAUNIVERSITU.EDU/પર ઓનલાઈન ફોર્મ તા . 6 જૂન 2022 સુધી ભરી શકાશે વધુ વિગતો માટે ગુજરાતી ભાષા – સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર સંપર્ક કરી શકાય છે તેમ ગુજરાતી ભવનના અધ્યક્ષ ડો.મનોજ જોશીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.