રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની કાલે 32મી દીક્ષા જયંતિ
પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની તા.10/2 ના શુભ દિવસે દીક્ષા જયંતિ છે.32 વષે પૂર્વે 10/2/91 ના રોજ ધમે નગરી રાજકોટમાં આગમ પ્રેમી સંઘ પ્રમુખ સ્વ.નગીનભાઈ વિરાણીના નેતૃત્વ માં રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ ના ઉપક્રમે સંયમ મહોત્સવ ઉજવાયેલ. સંયમ શોભાયાત્રા પાવન એવમ્ પૂણ્ય ભુમી વિરાણી પૌષધ શાળાથી શરૂ થઇ જૈન બોર્ડીંગના પ્રવજ્યા પટાંગણમાં ધર્મ સભામાં પરીવર્તીત થયેલ.સંયમ શોભાયાત્રા દરમ્યાન ન માઈક,ન મુવી ,ન બગી કે ન બેન્ડ વાજા એકદમ સાદગી પૂર્ણ…છતાં જાજરમાન મહા અભિનિષ્ક્રમણ યાત્રામાં સૌ પગપાળા ચાલીને મુમુક્ષુ મહાવીરભાઈ ( પૂ.નમ્રમુનિજી નું સંસારી નામ)નો જય જયકાર કરતો એ માહોલ દર્શનીય એવમ્ ગરીમાપૂણે હતો.રાજકોટ સ્થા.જૈન બોર્ડીંગમા અનંત ઉપકારી દીક્ષા દાતા પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સાહેબે
” કરેમિ ભંતે ” નો પાઠ ભણાવી મહાવીરમાથી નૂતન દીક્ષીત પૂ.નમ્રમુનિજી નામની ઉદ્દઘોષણા કરતા ધર્મોલ્લાસ છવાઈ ગયેલ.ત્રણ દાયકા ઉપરાંતની સંયમ યાત્રા દરમ્યાન પૂ.નમ્રમુનિ મ.સાહેબે અનેક આત્માઓને સંયમના દાન આપી મહાવીરના માર્ગે લઇ આવી શાસનની અપૂર્વ પ્રભાવના કરી રહ્યાં છે.અનેક આત્માઓને અંતિમ સમયની આરાધના કરાવી શ્રેષ્ઠ કાર્ય કરેલ છે.પરોપકાર,માનવતા અને જીવદયા સહિત અનેક સત્કાર્યોની પ્રેરણા કરી રહ્યાં છે.અનેક યુવા વર્ગને સેવાના ક્ષેત્રમાં જોડી આહલેક જગાડી રહ્યાં છે.લુક એન લર્નના માધ્યમથી ભાવિ પેઢી તૈયાર કરી રહ્યાં છે.પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની દીક્ષા જયંતિ અવસરે તેઓને વંદન સહ અભિનંદન.
ગોંડલ ગચ્છનું ગૌરવ કોણ ?
શાસનના શણગાર કોણ ?મહાવીરભાઈ…મહાવીરભાઈજિન શાસન અને દીક્ષાર્થી આત્માના પ્રચંડ જયઘોષ અને ગગનભેદી નારા સાથે 10/2/1991ના રોજ ખભે ઊંચકીને રાજકોટના રાજમાર્ગો ઉપર દોરી જતાં જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા તથા બાજુમાં પૂ.ગુરુદેવના જયેષ્ઠ બંધુ દીપકભાઈ ભાયાણી સહિતના ભાવિકો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.